(એજન્સી) વોશિંગ્ટન, તા.૩
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાછલા દિવસો દરમ્યાન જણાવ્યું હતું કે તેઓ એચ-૧બી વિઝા હેઠળ રોજગાર અને વિશેષ વ્યવસાયની વ્યાખ્યા ફરીથી નક્કી કરવાની યોજના બનાવી રહ્યા છે. હવે એચ-૧બી વિઝા પર સરકારના નિયમો આવી ગયા છે. તેના હેઠળ હવે વિદેશી કામદારોને અમેરિકામાં કામ કરવા માટે એચ-૧બી વિઝા અરજી કરવી વધુ મુશ્કેલ થઈ ગઈ છે. અમેરિકન સરકારે એચ-૧બી વિઝા અરજીના નિયમો વધુ સખ્ત કરી દીધા છે. જેમાં અમેરિકન નિમણૂકકર્તાએ આ જાણકારી આપવી પડશે કે તેમને ત્યાં કેટલાક વિદેશી કામ કરી રહ્યા છે.
જો કોઈ કંપની વિદેશીના કોઈ પદ માટે નિમણૂક કરવા ઈચ્છે છે તો અમેરિકન લેબર ડિપાર્ટમેન્ટ પ્રમાણિત કરશે કે ખાસ પદ માટે સ્થાનિક સ્તર પર કોઈ ઉપયુક્ત વ્યક્તિ નથી મળી રહી અને તે માટે કંપની એચ-૧બી કેટેગરી હેઠળ વિદેશી કર્મચારીની નિમણૂક કરી શકે છે. વર્કર એપ્લીકેશન ફોર્મમાં હવે નિમણૂકકર્તાઓએ એચ-૧બી સાથે જોડાયેલી રોજગાર શરતો વિશે વધુ માહિતી આપવી પડશે.
શ્રમિક અરજી ફોર્મમાં નિમણૂકકર્તાએ જણાવવું પડશે કે એચ-૧બી વિઝા કર્મચારીઓ માટે ક્યાં-ક્યાં રોજગાર છે, તેમને કેટલા સમય માટે રાખવામાં આવશે અને ક્યા-ક્યા સ્થળો પર એચ-૧બી વિઝા કર્મચારીઓ માટે કેટલી રોજગારી છે. આ જ કંપનીએ આ પણ જણાવવું પડશે કે તેની કંપનીમાં જુદા-જુદા સ્થળોએ કેટલા વિદેશી કામ કરી રહ્યા છે. ત્યાં બીજી તરફ અમેરિકા એચ-૪ વિઝા ધારકોને મળેલી વર્ક પરમીટ પણ સમાપ્ત કરવાની તૈયારીમાં છે. એચ-૪ વિઝા, એચ-૧બી વિઝા પર અમેરિકા જનાર પ્રોફેશનલ્સના જીવનસાથીને આપવામાં આવે છે. ટ્રમ્પ પ્રશાસનને લાગી રહ્યું છે કે એનાથી મોટી સંખ્યામાં તે અમેરિકનોને મદદ મળશે જે બેરોજગારીથી પરેશાન છે.
અમેરિકાએ H-1B વિઝા નિયમો વધુ સખત કર્યા, ભારતીયોને લાગશે મોટો આંચકો

Recent Comments