(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
રેલવે મંત્રાલયે ટ્રેનમાં મુસાફરી દરમ્યાન આઈડી પ્રૂફના ભાગરૂપે ઈ-આધારને માન્યતા આપી છે. મંત્રાલય અનુસાર રેલવેના કોઈપણ રિઝર્વ કલાસમાં મુસાફરી દરમ્યાન ઈ-આધારનો ઓળખપત્રના ભાગરૂપે ઉપયોગ કરી શકાશે. યુડીઆઈએ એમ.આધાર એપ લોન્ચ કરી હતી. જેના પરથી આધારકાર્ડ ડાઉનલોડ કરી શકાય છે. રેલવે મંત્રાલયે આ અંગે કહ્યું કે, તે માત્ર ટ્રેનમાં મુસાફરી દરમ્યાન જ ઈ-આધારને માન્ય ગણવામાં આવશે. જો કે આધાર એપમાં પાસવર્ડ નાખ્યા બાદ બતાવવામાં આવશે આધારએપ ડાઉનલોડ કરતાં પહેલાં ખાતરી કરી લો કે ફોનમાં તે નંબર હોવો જરૂરી છે જે તમારામાં આધાર સાથે લીંક હોય તેને ઈન્સ્ટોલ કર્યા બાદ તેમાં પાસવર્ડ બનાવવો પડશે.
પાસવર્ડ બાદ આધારકાર્ડના ડેટા નાખવા પડશે. જેથી તમારી વેરિફિકેશન માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. જેને નાંખતા આધાર ડેટા આધાર એપમાં આવી જશે.