(એજન્સી) લંડન,તા.ર૩
પરીક્ષામાં ગેરરીતિ આચરી ટોચનો ક્રમ મેળવવાનો આરોપી ભારતીય મૂળનો ૧પ વર્ષીય વિદ્યાર્થી સેન્ટ્રલ ઈંગ્લેન્ડની પોતાની સ્કૂલમાંથી ગુમ થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. અભિમન્યુ ચૌહાણ નામનો આ વિદ્યાર્થી અહીંની કિંગ હેરી આઠ ઈન્ડીપેન્ડેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. જયાંથીને ગુમ થયો હતો. શાળામાં લેવાયેલી પરીક્ષામાં તેણે ૧૦૦ ગુણ મેળવ્યા હતા. વેસ્ટ મીડલેન્ડસ પોલીસે જણાવ્યું હતું કે શાળામાંથી ગુમ થયા બાદ અધિકારીઓ તેની સલામતી અંગે ચિંતિત છે તે સવારે ૮ઃ૩૦ વાગ્યા પહેલા ગુમ થયો હતો પોલીસે મોર્નિંગ વોક પર નીકળતા લોકો, ઘોડે સવારો, શ્વાનને ફેરવવા નીકળતા લોકોને અપીલ કરી હતી કે તેઓ અભિમન્યુને શોધવામાં મદદ કરે અભિમન્યુ કોઈ મુશ્કેલમાં નથી, અમે માત્ર એટલુ જ જાણવા માગીએ છે કે તે સલામત છે ? પોલીસે અભિમન્યુના દેખાવ અને તેના પહેરવેશ અંગે માહિતી જાહેર કરી હતી. સ્થાનિક પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં અભિમન્યુ પોતાની સ્કૂલ બેગ સાથે ચાલતો જતો નજરે પડયો હોવાનું અહીંના મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. અભિમન્યુના ૪૬ વર્ષીય પિતા વરિન્દર ચૌહાણે જણાવ્યું હતું કે અમે માત્ર એટલુ ઈચ્છીએ છે કે તે સલામત રીતે ઘરે પરત ફરે તે ખૂબ હોશિયાર વિદ્યાર્થી હોય પણ તેને રસ્તાઓ કે શેરીઓની જાણકારી નથી તે કદાચ એવું વિચારે છે કે પરીક્ષામાં ઉચ્ચ માર્ક મેળવી તે મુશ્કેલીમાં આપ્યો છે પણ તેણે આવું કંઈ વિચારવાની જરૂર નથી. અભિમન્યુની ૪૩ વર્ષીય માતા નવનીતે તેને છેલ્લે સ્કૂલમાં ડ્રોપ કરતી વખતે જોયો હતો.