(એજન્સી) ન્યૂયોર્ક, તા.૧૭
અમેરિકાના કેન્સાસ શહેરમાં ભારતીય વિદ્યાર્થીની હત્યામાં શંકાસ્પદનું પોલીસ અથડામણમાં મોત નિપજ્યું છે. ંશંકાસ્પદે ત્રણ પોલીસ અધિકારીઓને ગોળી મારી ઘાયલ કર્યા હતા ત્યારબાદ એક પોલીસ અધિકારીએ તેને ગોળી મારી ઠાર કર્યો હતો. અહેવાલ મુજબ તેલંગાણાના રપ વર્ષીય વિદ્યાર્થી શરથ કોપ્પૂની એક રેસ્ટોરન્ટમાં ગોળી મારી હત્યા નિપજાવવા મામલે જે શંકાસ્પદ શખ્સ પર ચાંપતી નજર ગોઠવવામાં આવી હતી. તેનું પોલીસ સાથેના સંઘર્ષમાં મોત નિપજ્યું છે. આ ઘટના પાછળ લૂંટની સંભાવના જોવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, કોપ્પૂ કેન્સાસ સિટીમાં યુનિવર્સિટી ઓફ મિસૌરીમાં કોમ્પ્યુટર સાયન્સની અનુસ્નાતકની ડિગ્રી મેળવવા જાન્યુઆરીમાં અમેરિકા આવ્યો હતો. પોલીસ અથડામણમાં ઘાયલ ત્રણ પોલીસ અધિકારીઓની હાલતમાં સુધારો થયો છે. ધ સ્ટારના રિપોર્ટ અનુસાર ૪૦ ઠાર મરાયેલ શંકાસ્પદ રેસ્ટોરન્ટના સીસીટીવી ફૂટેજમાં જોવા મળેલ શખ્સ જ હોવાની પોલીસે પુષ્ટિ કરી નથી.