(એજન્સી) બેઈજીંગ, તા.રર
સિક્કીમ સેકટરમાં ડોકલામ વિવાદ પર ગતિરોધ વચ્ચે ચીને ભારતને ધમકી આપી છે કે જો તેના ચીન સૈનિકો ભારતમાં ઘૂસી જશે તો ભારતમાં ભયંકર અવ્યવસ્થા ફેલાઈ જશે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યું કે ભારતનો એ તર્ક ખોટો છે કે ડોકલામ સીમા પર ચીન દ્વારા સડક બનાવવાથી ભારતનું હીત જોખમાશે. ચીન કોઈપણ દેશ કે વ્યક્તિને તેની સીમાઓ અને સંપ્રુભતાની ઈજાજત નહીં આપે. પ્રવકતા ચુનચીંગે કહ્યું કે, ભારતે ચીન દ્વારા રોડ બનાવવાનો મુદ્દો ઊભો કરી ખોટી રીતે સીમા પાર કરી છે. આ તર્ક હાસ્યાસ્પદ અને વજુદ વગરનું છે. ચીને કહ્યું કે ભારતના હાસ્યાસ્પદ તર્કને સહન કરીએ તે કોઈપણ પાડોશી દેશને પસંદ ન આવે તેવી સ્થિતિમાં તે પાડોશીના ઘરમાં ઘૂસી જશે. ભારત સીમા પર મોટાપાયે આધારભૂત દાવાઓ કરી રહ્યો છે. ચીને કહ્યું કે, તે તેની ભૂમિ પર રસ્તો બનાવી રહ્યો છે. પરંતુ ભૂતાન અને ભારત કહે છે કે તે હિમાલય ક્ષેત્રમાં બનાવે છે. ગઈકાલે ચીન-ભારતના સૈનિકોએ લદ્દાખ વિસ્તારમાં ઘૂસણખોરી કરી એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. ગૃહમંત્રી રાજનાથસિંઘે ડોકલામ મુદ્દે સંઘર્ષ ટાળવા ચીન સાથે વાતચીતનો સંકેત આપ્યો હતો. ડોકલામ મુદ્દે ૩૦૦ સૈનિકો બન્ને દેશોના સિક્કીમ સરહદે એકબીજાની સામે ઊભા છે. ૧૯૮૭માં અરૂણાચલપ્રદેશમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી.