(એજન્સી) નવી દિલ્હી,તા.૧૯
પૂર્વ વડાપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીને તેમની ૧૦રમી જન્મજયંતી નિમિત્તે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ તેમને શ્રધ્ધાંજલિ અર્પી હતી. દિલ્હીમાં ઈન્દિરા ગાંધીના સ્મારક શકિત સ્થળ ખાતે પહોંચી પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી, કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, રાહુલ ગાંધી વગેરે તેમના સ્મારક પુષ્પાંજલિ અર્પી હતી. સ્વ. ઈન્દિરા ગાંધી ૧૯૬૬થી ૧૯૭૭ અને ૧૯૮૦થી ૧૯૮૪ સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા. ૧૯૮૪માં તેમની હત્યા થઈ હતી. રાહુલ ગાંધીએ સ્વ.ઈન્દિરા ગાંધીને શ્રધ્ધાંજલિ અર્પતા કહ્યું હતું કે તેમણે ભારતને મજબૂત બનાવવા માટે મહત્વનું યોગદાન આપ્યું હતું. કોંગ્રેસે કહ્યું કે ઈન્દિરાજીના મક્કમ ઈરાદાઓએ દેશને ઉંચુ સ્થાન અપાવ્યું છે.
ઈન્દિરા ગાંધીની જન્મજયંતી નિમિત્તે સોનિયા, મનમોહન, પ્રણવ મુખરજીએ શ્રદ્ધાંજલિ અર્પી

Recent Comments