(સંવાદદાતા દ્વારા) ભૂજ, તા.૧૯
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કચ્છ-માંડવીના પૂર્વ ધારાસભ્ય સુરેશચંદ્ર મહેતાના ધર્મપત્ની ઈન્દિરાબેન મહેતાનું તા.૧૯/૭ના રોજ અવસાન થતાં રાજકીય વર્તુળોએ દુઃખ વ્યક્ત કર્યું હતું. સદ્ગત ઈન્દિરાબેન ૭૯ વર્ષની વયના હતા. તેમની અંતિમવિધિ કચ્છ-માંડવી ખાતે તા.ર૦/૭ના રોજ થશે. સુરેશભાઈ મહેતાના માંડવી સ્થિત નિવાસસ્થાન બાબાવાડીથી સવારે ૮ વાગ્યે અંતિમયાત્રા નીકળશે. એક વખતના કચ્છના દિગ્ગજ નેતા સુરેશ મહેતાના ધર્મપત્નીના અવસાનના પગલે કચ્છના રાજકીય-સામાજિક ક્ષેત્રના વર્તુળોએ દુઃખ વ્યક્ત કરી શોકસંદેશ પાઠવ્યો હતો.
પૂર્વ મુખ્યમંત્રી સુરેશચંદ્ર મહેતાના પત્ની ઈન્દિરાબેનનું નિધન

Recent Comments