(એજન્સી) કોટા ટર્નાટે, તા.૧પ
ઈન્ડોનેશિયામાં ગુરૂવારે એક મોટો ભૂકંપ આવ્યો. ભૂકંપના મોટા આંચકા અનુભવાયા છે. રેકટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૭.૧ માનવામાં આવી છે. આ ભૂકંપ ઈન્ડોનેશિયાના કોટા ટર્નાટમાં આવ્યો. આ મોટા ભૂકંપ પછી ઈન્ડોનેશિયામાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. ઈન્ડોનેશિયાની ભૂભૌતિકી એજન્સીના એક અધિકારી રહમત ટ્રાયોનોએ જણાવ્યું કે, વધુ સંભાવના છે કે, આ સુનામીથી અથડાશે નહીં, પરંતુ આપણે અત્યારે પણ સતર્ક રહેવાની જરૂર છે. તેમણે સાથે જ જણાવ્યું કે, અત્યાર સુધી નુકસાનના કોઈ રિપોર્ટ નથી.
ભૂકંપથી કોઈ નુકસાન નહીં
સંયુક્ત રાજ્ય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ મુજબ ભૂકંપનું કેન્દ્ર ૪પ.૧ કિલોમીટરના ઉંડાણમાં બતાવવામાં આવી રહ્યું છે. ભૂકંપ પછી ઘાયલોની સંખ્યા અંગે કોઈ આંકડા સામે આવ્યા નથી અથવા સંપત્તિનું કોઈ નુકસાન થયું નથી. યુએસ જિયોલોજિકલ સર્વે મુજબ ભૂકંપના કારણે શહેરના તટીય શહેર ટર્નાટના ૧૪૦ કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં ભૂકંપ આવ્યો. અમેરિકન સુનામી ચેતવણી કેન્દ્રએ જણાવ્યું કે, વિનાશકારી સુનામીની આશા નથી. ઈન્ડોનેશિયન મીટરોલોજીકલ એન્ડ કલાઈમેટોલોજી એજન્સીએ જો કે, સાવધાની તરીકે દરિયાઈ તટોથી દૂર રહેવાની ચેતવણી આપી છે.
કેટલા વાગે આવ્યો ભૂકંપ
આ ભૂકંપ કોટા ટર્નાટેમાં સ્થાનિક સમય મુજબ ૧ વાગ્યાને ૧૭ મિનિટે જોરદાર રીતે અનુભવાયો. ત્યારબાદ ભરઊંઘમાં સૂતેલા લોકો ઘરની બહાર નીકળી આવ્યા. ઈન્ડોનેશિયા પ્રશાંત મહાસાગરના રિંગ ઓફ ફાયર પર પોતાની સ્થિતિના કારણે સતત ભૂકંપીય અને જ્વાળામુખી ગતિવિધિનો અનુભવ કરે છે જ્યાં ટેકટોનિક પ્લેટ અથડાય છે.
પહેલાં પણ આવ્યો ભૂકંપ
પાછલા વર્ષ સપ્ટેમ્બરમાં સુલાવેસી દ્વીપ પર પલાઉમાં ૭.પ તીવ્રતાનો ભૂકંપ અને ત્યારબાદ આવેલી સુનામીમાં રર૦૦થી વધુ લોકોનાં મોત થયા હતા. ત્યાં ૧૦૦૦થી વધુ ગુમ જાહેર કરવામાં આવ્યા. ર૬ ડિસેમ્બર ર૦૦૪એ ૯.૧ તીવ્રતાનો ભૂકંપ આચે રાજ્યમાં આવ્યો. ત્યારબાદ સુનામી આવી અને ઈન્ડોનેશિયામાં ૧૭૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા.