(એજન્સી) જાકાર્તા, તા.ર૬
ઈન્ડોનેશિયામાં જ્વાળામુખી વિસ્ફોટ બાદ મૃતકોની સંખ્યા મંગળવારે ૪ર૯એ પહોંચી હતી. દરમિયાન ભારે વરસાદના કારણે રાહત અને બચાવની કામગીરીમાં મુશ્કેલી આવી છે.જેથી મૃતકોના શબો અને ઘાયલોને બહાર કાઢવાની કામગીરી પર અસર પડી છે. જાકાર્તા પોસ્ટના અહેવાલ મુજબ ૧૪૮પ લોકો ઘાયલ થયા છે. ૧પ૪ લોકો લાપત્તા છે. ૧૬,૦૮ર લોકો નિરાધાર બન્યા છે. સુંડા સ્ટ્રેટ પર અનાક ક્રાકાટોઆ જ્વાળામુખીમાં વિસ્ફોટ બાદ સુનામીથી જામા અને સુમત્રા ટાપુઓ પર તબાહી મચી હતી. સૌથી વધુ અસર પાંડેગ્લાંગમાં થઈ જ્યાં ર૯૦ લોકોનાં મોત થયા. રાહત કર્મીઓ ભારે મશીનો અને ખોજી કૂતરાઓ સાથે કાટમાળ નીચે તપાસ ચલાવી રહ્યા છે. જ્યાં ઘર અને દુકાનો હતી. રાહત કામ ૪ જાન્યુઆરી સુધી સાત દિવસ ચાલુ રહેશે.