(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
સુપ્રીમકોર્ટે ‘ઈન્દુ સરકાર’ને પ્રદર્શિત કરવાના બધા અવરોધો દૂર કર્યા છે. કોર્ટે એક મહિલાની અરજી રદ કરી હતી જેમાં આ ફિલ્મની રિલીઝ ઉપર પ્રતિબંધની માગણી કરાઈ હતી એ મહિલા પોતે સંજય ગાંધીની દીકરી હોવાનો દાવો કરે છે. સુપ્રીમકોર્ટની ત્રણ જજોની બેંચે જણાવ્યું કે, કટોકટીના વિષય વસ્તુ ઉપર આધારિત ફિલ્મ કલાકારોની અભિવ્યક્તિ છે જે કાયદાની મર્યાદામાં રહીને બનાવવામાં આવી છે. જેની ઉપર પ્રતિબંધ મૂકવાના કોઈ વ્યાજબી કારણો નથી. ભંડારકરના વકીલે કોર્ટને જણાવ્યું કે, અમોએ સેન્સર બોર્ડ દ્વારા સૂચવેલ કરને માન્ય રાખ્યા છે અને એ પછી બોર્ડે એમને સર્ટીફિકેટ આપ્યું છે અને એ ઉપરાંત ફિલ્મની શરૂઆતમાં પણ સ્પષ્ટતા કરતી જાહેરાત આપવામાં આવી છે કે ફિલ્મની કઈ વસ્તુ અને પાત્રો કાલ્પનિક છે જેને કોઈપણ જીવિત અથવા મૃત વ્યક્તિ સાથે સામ્યતા નથી. મહિલાએ બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. હાઈકોર્ટે એમની અરજી રદ કરતા એમણે સુપ્રીમકોર્ટમાં અરજી કરી હતી. પ્રિયાસિંઘ પોલ જે પોતે સંજય ગાંધીની પુત્રી હોવાનો દાવો કરે છે. એમણે અરજી દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન પ્રિયાના વકીલે રજૂઆત કરી હતી કે ફિલ્મમાં ખોટી હકીકતો રજૂ કરાઈ છે જેથી પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને સંજય ગાંધીની છબિ બગડે છે.
‘‘ઈન્દુ સરકાર’’ નિર્ધારીત સમયે રિલીઝ થશે

Recent Comments