કેપટાઉન, તા.૩૧
દક્ષિણ આફ્રિકા અંડર-૧૯ ટીમે ભારતને ત્રીજી યુથ વનડેમાં સોમવારે ૫ વિકેટે હરાવ્યું હતું. જોકે ત્રણ મેચની સીરિઝ ટીમ ઇન્ડિયાએ ૨-૧થી જીતી હતી. ભારતે પ્રથમ વનડે ૯ વિકેટે અને બીજી વનડે ૮ વિકેટે જીતી હતી. ઇસ્ટ લંડનના બુફેલો પાર્કમાં રમાયેલી ત્રીજી વનડેમાં ભારતે ટોસ જીતીને બેટિંગ કરતા ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૧૯૨ રન કર્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ ૧૦ બોલ બાકી રાખીને ૫ વિકેટે મેચ જીતી હતી.
ટીમ ઇન્ડિયા માટે કપ્તાન પ્રિયમ ગર્ગે ૫૨ રન અને તિલક વર્માએ ૨૫ રન કર્યા હતા. યશસ્વી જયસ્વાલે ૨ વિકેટ લીધી હતી. જયારે દક્ષિણ આફ્રિકા માટે જોનાથન બિર્ડે ૮૮ રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. તે બદલ તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. અચિલે ક્લોએટે અને ફેકૂ મોલેત્સાનેએ ૨-૨ વિકેટ લીધી હતી.
ભારતીય ટીમનો પહેલો મુકાબલો ૧૯ જાન્યુઆરીએ શ્રીલંકા સામે છે. ટૂર્નામેન્ટ ૧૭ જાન્યુઆરીથી શરૂ થશે અને ફાઇનલ ૯ ફેબ્રુઆરીના રોજ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતની કમાન પ્રિયમ ગર્ગને સોંપવામાં આવી છે. વિકેટકીપર ધ્રુવ જુરેલ ઉપક્પ્તાન છે. અંડર-૧૯નો આ ૧૩મો વર્લ્ડ કપ છે, ભારત ચાર વખત ચેમ્પિયન બન્યું છે. ભારત ગ્રુપ-છમાં છે, જયારે પાકિસ્તાન ગ્રુપ-ઝ્રમાં છે. કુલ ૧૬ ટીમ છે અને દરેકને ૪ટ૪ના ગ્રુપમાં રમશે.