અમદાવાદ,તા.૧૩
અમદાવાદમાં મુખ્ય મથક ધરાવતી જાણીતી સ્ટ્રોક બ્રોકિંગ અને ફાયનાન્સીયલ સર્વિસીસ કંપની વેલ્થસ્ટ્રીટ દ્વારા ધી ફાઈનાન્સીયલ ઈન્કયુબેટર સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવા એમએસએમઈ તેમજ એવા વ્યાપારિક સંસ્થાનો જેમાં વિકાસની શકયતાઓ રહેલી છે તેમજ જે ઔદ્યોગિક અને વ્યાવસાયિક એકમોને મુડીની જરૂર છે તેઓને સેવા આપશે. એ એક એવું પ્લેટફોર્મ છે જે એક જ છત્ર નીચે કંપની રજિસ્ટ્રેશન, બુક કીપીંગ એડવાઈઝરી, ટેકસ અને લિગલ એડવાઈઝરી, ફાયનાન્સીયલ એડવાઈઝરી, બિઝનેસ નેટવર્કિંગ વગેરે પુરી પાડશે. વેલસ્ટ્રીટના સહસ્થાપક રાકેશ લાહોટીના જણાવ્યા મુજબ અમારા અનુભવી અને લાયકાત ધરાવતા કર્મચારીઓ દ્વારા સતત આપવામાં આવતા સચોટ માર્ગદર્શન અને મદદથી નાના અને મધ્યમ કદના ઉદ્યોગોના એકાઉન્ટીંગ, ફાયનાન્સ, ટેકસ વગેરે જેવા જટીલ પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ આવશે.