તુમ્હારી તેહઝીબ અપને ખંજર સે આપ હી ખુદકુશી કરેગી
જો શાખ-એ-નાઝુક પે આશિયાના બનેગા, ના પાયેદાર હોગા
-અલ્લામા ઈકબાલ

દરેક ધર્મ આપણને શાંતિ, પ્રેમ અને માનવતા શીખવે છે પરંતુ દ્વેષની ભાવના આપણી વચ્ચે ભેદની દીવાલો ઊભી કરે છે અને આપણી વચ્ચે રહેલા સમજણના પુલને તોડી નાંખે છે.
અલ્બાનિયાના ઉત્તર પશ્ચિમી શહેર પાટોકમાં વરૂ અને ગર્દભને એક જ પાંજરામાં રાખવામાં આવ્યા હતા. વરુના ભોજન તરીકે ગર્દભને આ પાંજરામાં પૂરવામાં આવ્યો હતો. પરંતુ આ બન્ને પશુઓ એકબીજા સાથે સ્નેહની ગાંઠે બંધાયા હતા અને છેલ્લા ૧૦ દિવસથી એકબીજાની સાથે રહી રહ્યા છે.
બીજી તસવીર કાશ્મીરીઓ પર થતી અતિશયોકિતને વ્યક્ત કરી જાય છે. અત્યાર સુધીમાં હજારો કાશ્મીરીઓના જીવનો ભોગ લેવાયો છે. મહિલાઓ પર બળાત્કારો ગુજારવામાં આવ્યા. આ બળાત્કાર પીડિતાઓમાંથી કેટલાંક તો હજુ પુખ્તતાના ઉંબરે માંડ પગ મૂક્યો હતો. અલગાવવાદીઓ કહે છે કે આ અત્યાચાર વિશ્વ સમક્ષ ઉઘાડો ન થઈ જાય તે માટે કાશ્મીરમાં ફેસબુક, ટ્‌વીટર, વોટસએપ અને તમામ મેઈન સ્ટ્રીમ સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
કાશ્મીરના નાગરિકો પર પોલીસ દ્વારા કરવામાં આવેલા દમનની આ તસવીર જોતાં જ હચમચી જવાય એમ છે.