તુમ્હારી તેહઝીબ અપને ખંજર સે આપ હી ખુદકુશી કરેગી
જો શાખ-એ-નાઝુક પે આશિયાના બનેગા, ના પાયેદાર હોગા
-અલ્લામા ઈકબાલ
દરેક ધર્મ આપણને શાંતિ, પ્રેમ અને માનવતા શીખવે છે પરંતુ દ્વેષની ભાવના આપણી વચ્ચે ભેદની દીવાલો ઊભી કરે છે અને આપણી વચ્ચે રહેલા સમજણના પુલને તોડી નાંખે છે.
પ્રથમ તસવીર ઉત્તરી યુગાન્ડામાં આંતરિક સ્થળાંતર પામેલા લોકો માટેના લેકોર કેમ્પ ખાતે એક વાનર એક શ્વાનની પાસે સૂતું હતું તે સમયે આ અદ્‌ભુત તસવીર લેવામાં આવી હતી. આ તસવીર આપણને મૂક સંદેશ આપી જાય છે કે દુઃખ હોય કે સુખ આપણે જ એકબીજાના સાથી છીએ.
ઈઝરાયેલની જુલ્મી નહાલ બિગ્રેડના ઓછામાં ઓછા પાંચ સૈનિકોએ એક નિઃશસ્ત્ર પેલેસ્ટીનીને તેની ધરપકડ દરમ્યાન ઘેરી લીધો હતો. તે સમયની આ તસવીર છે. તસવીર જ બતાવે છે કે પેલેસ્ટીનીઓ પર કેવો ભયાનક અત્યાચાર થઈ રહ્યો છે.