અહીં જે બે તસવીરો આપી છે તેમાં નજરે પડતાં વાનર પ્રાણીઓને જોઈને ઘણાયને મજાક સૂઝે એ સ્વાભાવિક છે. કારણ કે આમેય વાનરો માનવીનું નિકટવર્તી પ્રાણી છે. શરીર રચનાથી માંડીને ઘણી હરકતોમાં પ્રાણીઓની આખી જમાતમાં વાનરો માનવીની સૌથી નજીક છે. માણસ કોઈ ઉછાંછળી હરકત કરે તો તેને વાનરવેડા સાથે સરખાવાય છે પણ અહીં આપેલી તસવીરોમાં વાનરના ‘માનવવેડાં’ દેખાય છે.

આ બંને તસવીર સ્પેનિશ ફોટોગ્રાફર પેદરો ક્રેબ્સે ઝડપેલી છે. ક્રેબ્સે પ્રકૃતિ વચ્ચે જઈને જ્યાં સુધી તેમને સંતોષજનક તસવીર ન મળે ત્યાં સુધી કલાકોના કલાકો ફોટોગ્રાફી કરે છે. ક્રેબ્સ લાઈટિંગ અને બેકગ્રાઉન્ડનું એટલી કુશળતાથી કામ કરે છે કે આપણને એવું લાગે છે કે પ્રાણીઓએ જાણે એમના સ્ટુડિયોમાં આવીને ફોટા પડાવ્યા ન હોય !!

પ્રથમ તસવીરમાં એક મેન્ડ્રીલ્લ પ્રજાતિની માદા વાનર તેના બાળ વાનરની હડપચી પર સ્પર્શ કરી રહી છે. અરૂણ હાવભાવ સાથેની આ તસવીર જોયા બાદ આપણે એવી કલ્પના કરી શકીએ કે જાણે વાનર માતા તેના બાળકને સમજાવી રહી હોય કે જો દીકરા ધ્યાનથી સાંભળ તારા બાપનીતો પીવાની ટેવ છૂટતી નથી એટલે તું તો તેનાથી દૂર જ રહેજે.

14બીજી તસવીરમાં નર વાનર કેમેરાની સામે હાથ ઊંચો કરીને સ્ટાઈલમાં પોઝ આપી રહ્યો છે ત્યારે એવું લાગે કે તે પ્રથમ તસવીરમાં દેખાતી પોતાની પત્ની દ્વારા પોતાના બાળકને અપાતી શિખામણ સાંભળીને જાણે કહી રહ્યો છે “બહુ નહીં બસ થોડી જ પીધી છે”