(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૧
આંતરરાષ્ટ્રીય કોર્ટ (આઈસીજે) માં ફરી વાર જજ તરીકે ભારતના દલવીર ભંડારીની નિયુક્તી થઈ છે જે ભારત માટે મોટી રાજદ્વારી જીત સમાન છે. લાંબી ચૂંટણીની પ્રક્રિયા બાદ છેવટે તેમના બ્રિટનશ પ્રતિસ્પર્ધી જસ્ટીસ ક્રિસ્ટોફર ગ્રીનવુડે તેમની દાવેદારી પાછી ખેંચતાં દલવીર ભંડારી સર્વસંમતિથી ફરી વાર જજ તરીકે ચૂંટાઈ આવ્યાં છે. ભારતીય સમયાનુસાર સોમવારે મોડી રાતે ૨.૨૫ કલાકે જસ્ટીસ ભંડારીની જીતની જાહેરાત કરવામાં આવી. તેઓ આ સંસ્થામાં પહોંચનાર બીજા ભારતીય છે તેમની સામે જસ્ટીસ ગ્રીનવુડ મેદાનમાં હતા તેઓ આઈસીજેને દોડમાંથી બહાર આવતાં ભંડારી માટે માર્ગ મોકળો બની ગયો હતો. જસ્ટીસ ગ્રીનવુડ મેદાનમાંથી હટ્યાં હોવા છતાં પણ યુનાઈટેડ નેસન્સમાં ચૂંટણી થઈ હતી. તેમાં સામાન્ય સભામાં ભંડારીને ૧૮૩ નએ સિકયુરીટી કાઉનસિલના તમામ ૧૫ વોટ મળયાં. તેઓ ૨૦૩૧૨ આંતરરાષ્ટ્રીય કોર્ટના જજ બન્યાં હતા. ૧૮ ફેબ્રુઆરીના રોજ તેમનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો હતો. વડાપ્રધાને જસ્ટિસ ભંડારી માટે જબરજસ્ત પ્રચાર કર્યો હતો. વડાપ્રધાન મોદીએ વિદેશ મંત્રી સુષમા સ્વરાજની ભારોભાર પ્રશંસા કરી. સુષમાએ ટ્વીટ કરીને કહ્યું કે વંદે માતરમ, ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસમાં ભારતની મોટી જીત થઈ છે. જજ બન્યાં બાદ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જેટલા પણ નિર્ણયો થયાં હતા તેમાં જસ્ટીસ ભંડારીનો ખાસ અભિપ્રાય રહ્યો છે. તેમણે સમુદ્રી વિવાદો, એન્ટાર્ટિકામાં હત્યા, નરસંહારના ગુના, મહાદ્વિપીય શેલ્ફમા પરિસિમન, પરમાણુ ઊર્જા નિશસ્ત્રીકરણ, ટેરર ફંડિગ, ઉલ્લંઘન જેવા કેસમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. તે ઉપરાંત પાકિસ્તાનમાં કેદ ભારતીય કુલભુષણ જાધવને ફાંસી રોકવા માટે પણ તેમણે મહત્વની ભૂમિકા અદા કરી હતી. તેમણે વર્ષ ૨૦૦૮ ના ભારત-પાક સમજૂતીને ટાંકતા કહ્યું હતું કે પાકિસ્તાને માનવાધિકારનું ઉલ્લંઘન ક ર્યું છે. જોધપુરના રહેવાશી જસ્ટીસ ભંડારીને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.
આંતરરાષ્ટ્રીય કોર્ટમાં દલવીર ભંડારી ફરીવાર જજ તરીકે ચૂંટાયા, ભારતની રાજદ્વારી જીત

Recent Comments