(એજન્સી) ન્યુયોર્ક, તા.૬
ચીનના પૂર્વ સુરક્ષા અધિકારી અને ઈન્ટરપોલના હાલના પ્રમુખ મેંગ હોંગવેઈના ગુમ થવા પાછળ ચીનનો હાથ હોવાનું જાણવા મળે છે. ચીની મીડિયાના રિપોર્ટ મુજબ ચીન યાત્રા દરમ્યાન ગુમ થયેલ ઈન્ટરપોલના અધ્યક્ષ મેંગને ચીનમાં પૂછપરછ માટે અટકાયતમાં લેવાયા હોવાનું જાણવા મળે છે. ચીનના અખબાર મોર્નિંગ પોસ્ટની ખબર મુજબ મેંગને કોઈ અજાણ્યા સ્થળે રખાયા છે. જો કે તેની પૃષ્ઠી થઈ નથી. રિપોર્ટ મજબ મેંગ હોંગવેઈ ઈન્ટરપોલના અધ્યક્ષની સાથે ચીનની મિનિસ્ટ્રી ઓફ પબ્લિક સિક્યુરિટીના વાઈસ મિનિસ્ટર છે. શા માટે અટકાયતમાં લેવાયા છે તેની કોઈ જાણકારી મળી નથી.
ફ્રાન્સ દ્વારા તેની તપાસ હાથ ધરાઈ છે. એક અધિકારીએ કહ્યું કે ઈન્ટરપોલના અધયક્ષ મેંગ વિમાનમાં બેસી ચીન જવા રવાના થયા હતા. ત્યાં પહોંચ્યા બાદ તેમની કોઈ જાણકારી મળી નથી. તેમની પત્નીએ શુક્રવારે ફોન કર્યા પરંતુ સપ્ટેમ્બર મહિનાથી પતિ સાથે કોઈ વાતચીત થઈ નથી. મેંગ ઈન્ટરપોલના પ્રમુખની સાથે સાથે ચીનના સાર્વજનિક સુરક્ષા ખાતાના ઉપમંત્રી પણ છે. લિયોન સ્થિત ઈન્ટરપોલે કહ્યું પ્રમુખના ગુમ થવાના કેસની તપાસ શરૂ કરાઈ છે.