(સંવાદદાતા દ્વારા), સુરત તા.૧૮
શહેરના ઇચ્છાપોર પોલીસ મથકની હદમાં ભારે પોર ગામ ઓએનજીસી ગેટ નં. ૧ની સામે આઇઓસી પાર્કિંગની ઝુંપડપટ્ટીમાં રહેતો શ્રમજીવી પરિવારના માસુમ બાળકને ઝેરી સાપે જમણા પગના અંગુઠા ઉપર ડંખ મારતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખાતે ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યો ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ભાટપોર, ગામ, ઓએનજીસી ગેટ નંબર – એક ની સામે આવેલ આઇઓસી પાર્કિંગની ઝુપડપટ્ટીમાં રહેતો ૧૦ વર્ષિય અજયકુમાર રામ સમજુ યાદવ ગઇકાલે સવારે તેના ઝુપડપટ્ટીની સામે અન્ય છોકરાઓ સાથે રમતો હતો તે દરમિયાન કોઇ ઝેરી સાપે તેને જમણા પગના અંગુઠા પાસે ડંખ મારતા નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે સરાવાર અર્થે દાખલ કરાયો હતો જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે.