(એજન્સી)
નવી દિલ્હી, તા.૩૧
હાલ કોરોના મહામારીને કારણે આઈપીએલ યુએઈમાં રમાવવાની છે. આઈપીએલ ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. પણ હજુ સુધી અહીં પણ આઈપીએલના કાર્યક્રમ ગોઠવવામાં બીસીસીઆઈને મુશ્કેલીઓ પડી રહી છે. આઈપીએલની દરેક ટીમ યુએઈ પહોંચી ગઈ છે. અને તેમાં પણ સીએમકેના ૧૩ સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો છે. તેવામાં હજુ સુધી પણ બીસીસીઆઈ દ્વારા મેચોનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું નથી. તેમાં આઈપીએલની ફ્રેન્ચાઈઝીઓએ બીસીસીઆઈને જલ્દીથી શિડ્યુલ જાહેર કરવા માટે અપીલ કરી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે બીસીસીઆઈ ક્યારે શિડ્યુલ શેર કરશે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. એક સુત્રએ કહ્યું કે, અમે બીસીસીઆઈને બંને રીતે મૌખિક અને મેસેજ કરીને અપીલ કરી છે કે તે જલ્દીમાં જલ્દી શિડ્યુલની ઘોષણા કરે જેથી અમે તે હિસાબથી પ્લાન કરી શકીએ. કોઈ કહે છે કે, સોમવાર તો કોઈ મંગળવારે કાર્યક્રમ મળશે તેમ કહે છે. પણ આ વાતની સત્તાવાર જાહેરાત થતી નથી. બીસીસીઆઈ બાવ અમિરાત ક્રિકેટ બોર્ડના અધિકારીઓ સાથે વાત કરી કાર્યક્રમ તેમજ ટ્રાવેલિંગ સહિતનાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીને કોઈ રસ્તો કાઢવા મથામણ કરી રહ્યું છે. કાર્યક્રમ લંબાવવાનું એક કારણ અબુધાબીમાં કોરોના વધતાં કેસો પણ હોઈ શકે છે. કેમ કે, અબુધાબીમાં પણ અમુક મેચો રમાવાની છે.
આ ઉપરાંત દુબઈ અને શારજહાંમાં પણ મેચો રમાશે. આ ઉપરાંત ચેન્નાઈ સુપરકિંગ્સના ૧૩ સભ્યો કોરોના પોઝિટિવ નીકળ્યા બાદ આઈપીએલ પર સંકટના વાદળો ઘેરાયા છે. કોરોનાએ આઈપીએલ ફ્રેન્ચાઈઝીઓને પરેશાનક કરી દીધી છે. સુત્રોએ કહ્યુ કે, બીસીસીઆઈએ અમને એ સભ્યો વિશે પણ જણાવવું જોઈએ કે જેઓ કોરોનાથી સંક્રમિત થયા છે. આ અમારી સુરક્ષા માટે ખુબ જ જરૂરી છે.
Recent Comments