ચેન્નાઇ, તા.૨૨
જેની ઉત્સુકતાપૂર્વક ક્રિકેટ ચાહકો રાહ જોઇ રહ્યા છે તે હાઇ પ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨ની આવતીકાલે રોમાંચક અને દિલધડક વાતાવરણમાં શરૂઆત થવા જઇ રહી છે. આઇપીએલની મેચો આવતીકાલે ૨૩મી માર્ચના દિવસે શરૂ થયા બાદ ૧૨મી મે સુધી ચાલનાર છે. ફાઇનલ મેચ ૧૨મી મેના દિવસે ચેન્નાઇમાં રમાશે. આઇપીએલની શરૂઆત મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની મેચ સાથે થનાર છે. ચેન્નાઇ સુપરે ગયા વર્ષે વાપસી કરીને જોરદાર દેખાવ કર્યો હતો અને ચેમ્પિયનશીપ જીતી લીધી હતી. ડીઆરએસની વ્યવસ્થા પણ આમાં રાખવામાં આવી છે. ખાસ કરીને ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૨માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. અગાઉની સિઝન ઉપર નજર કરવામાં આવે તો જાણવા મળે છે કે, દરેક સિઝનમાં ગુજરાતના કોઇ ખેલાડીએ ભવ્ય દેખાવ કર્યો છે. આ તમામ ખેલાડીઓને પસંદગીકારોનુ ધ્યાન દોરવાની તક રહેલી છે. ગુજરાતના જે ખેલાડી રમાનાર છે જેમાં પાર્થિવ પટેલ સિવાય જયદેવ ઉનડકટ, અક્ષર પટેલનો સમાવેશ થાય છે. લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. લીગ મેચો આવતીકાલે શરૂ થયા બાદ પાંચમી મે સુધી ચાલનાર છે. ત્યારબાદ ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે.

આઈપીએલનો કાર્યક્રમ
૨૩મી માર્ચ ચેન્નાઈ સુપર-રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (ચેન્નાઈ)
૨૪મી માર્ચ : કોલકાતા નાઇટ રાઇડર્સ-સનરાઈઝ હૈદરાબાદ (કોલકાતા)
૨૪મી માર્ચ : મુંબઈ ઇન્ડિયન્સ-દિલ્હી કેપિટલ (મુંબઈ)
૨૫મી માર્ચ : રાજસ્થાન રોયલ્સ-કિંગ્સ ઇલેવન પંજાબ (જયપુર)
૨૬મી માર્ચ : દિલ્હી કેપિટલ-ચેન્નાઈ સુપર (દિલ્હી)
૨૭મી માર્ચ : કોલકાતા નાઇટ-કિંગ્સ ઇલેવન પંજાબ (કોલકાતા)
૨૮મી માર્ચ : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર-મુંબઈ ઇન્ડિયન્સ (બેંગ્લોર)
૨૯મી માર્ચ : સનરાઈઝ હૈદરાબાદ-રાજસ્થાન રોયલ્સ (હૈદરાબાદ)
૩૦મી માર્ચ : કિંગ્સ ઇલેવન પંજાબ-મુંબઈ ઇન્ડિયન્સ (મોહાલી)
૩૦મી માર્ચ : દિલ્હી કેપિટલ-કોલકાતા નાઇટ રાઇડર્સ (દિલ્હી)
૩૧મી માર્ચ : સનરાઈઝ હૈદરાબાદ-રોયલ ચેલેન્જર્સ
૩૧મી માર્ચ : ચેન્નાઈ સુપર-રાજસ્થાન રોયલ્સ
પહેલી એપ્રિલ : કિંગ્સ ઇલેવન-દિલ્હી કેપિટલ
બીજી એપ્રિલ : રાજસ્થાન રોયલ્સ-રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
ત્રીજી એપ્રિલ : મુંબઈ ઇન્ડિયન્સ-ચેન્નાઈ સુપર
ચોથી એપ્રિલ : દિલ્હી કેપિટલ-સનરાઈઝ હૈદરાબાદ
પાચંમી એપ્રિલ : રોયલ ચેલેન્જર્સ-કોલકાતા નાઇટ રાઇડર્સ
૬ઠ્ઠી એપ્રિલઃ ચેન્નઈ વિરુદ્ધ કિંગ્સ ઇલેવન પંજાબ, (સાંજ ૪ વાગે)
૬ઠ્ઠી એપ્રિલઃ સનરાઇઝર્સ હૈદરાબાદ-મુંબઈ ઈન્ડિયન્સ (રાત્રે ૮ વાગે)
૭મી એપ્રિલ : રોયલ ચેલેન્જર્સ બેંગલોર-દિલ્હી કેપિટલ્સ (સાંજે ૪ વાગે)
૭મી એપ્રિલ : રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ (રાત્રે ૮ વાગે)
૮મી એપ્રિલ : કિંગ્સ ઇલેવન પંજાબ-સનરાઇઝર્સ હૈદરાબાદ
૯મી એપ્રિલ : ચેન્નઈ સુપર કિંગ્સ-કોલકાતા નાઈટ રાઈડર્સ
૧૦ મીએપ્રિલ : મુંબઈ ઇન્ડિયન્સ-કિંગ્સ ઈલેવન પંજાબ
૧૧મી એપ્રિલ : રાજસ્થાન રોયલ્સ-ચેન્નઈ સુપર કિંગ્સ
૧૨મી એપ્રિલ ૧૨ : કોલકાતા નાઇટ રાઈડર્સ-દિલ્હી કેપિટલ્સ
૧૩મી એપ્રિલ : મુંબઇ ઇન્ડિયન્સ-રાજસ્થાન રોયલ્સ (સાંજે ૪ વાગે)
૧૩મી એપ્રિલ : કિંગ્સ ઇલેવન પંજાબ-રોયલ ચેલેન્જર્સ બેંગલોર (રાત્રે ૮ વાગે)
૧૪મી એપ્રિલ : કોલકાતા નાઈટ રાઈડર્સ-ચેન્નઈ સુપર કિંગ્સ (સાંજે ૪ વાગ્યે)
૧૪મી એપ્રિલ : સનરાઇઝ હૈદરાબાદ હૈદરાબાદ-દિલ્હી કેપિટલ્સ (રાત્રે ૮ વાગે)
૧૫મી એપ્રિલ : મુંબઇ ઇન્ડિયન્સ-રોયલ ચેલેન્જર્સ બેંગલોર
૧૬મી એપ્રિલ : રાજસ્થાન રોયલ્સ -કિંગ્સ ઇલેવન પંજાબ
૧૭મી એપ્રિલ : સનરાઇઝ હૈદરાબાદ-ચેન્નઈ સુપર કિંગ્સ
૧૮મી એપ્રિલ : દિલ્હી રાજધાની-મુંબઇ ઇન્ડિયન્સ
૧૯મી એપ્રિલ : કોલકાતા નાઈટ રાઈડર્સ-રોયલ ચેલેન્જર્સ બેંગલોર
૨૦મી એપ્રિલ : રાજસ્થાન રોયલ્સ-મુંબઇ ઇન્ડિયન્સ (સાંજે ૪ વાગે)
૨૦મી એપ્રિલ : દિલ્હી રાજધાની-કિંગ્સ ઇલેવન પંજાબ (રાત્રે ૮ વાગે)
૨૧મી એપ્રિલ : સનરાઇઝર્સ હૈદરાબાદ-કોલકાતા નાઈટ રાઈડર્સ (સાંજે ૪ વાગે)
૨૧મી એપ્રિલ : રોયલ ચેલેન્જર્સ બેંગલોર-ચેન્નઈ સુપર કિંગ્સ બેંગલુરુ (રાત્રે ૮ વાગે)
૨૨મી એપ્રિલ : રાજસ્થાન રોયલ્સ-દિલ્હી કેપિટલ્સ
૨૩મી એપ્રિલ : ચેન્નઈ સુપર કિંગ્સ-સનરાઇઝર્સ હૈદરાબાદ
૨૪ એપ્રિલ : રોયલ ચેલેન્જર્સ બેંગલોર-કિંગ્સ ઈલેવન પંજાબ
૨૫ એપ્રિલ : કોલકાતા નાઈટ રાઈડર્સ-રાજસ્થાન રોયલ્સ
૨૬ એપ્રિલ : ચેન્નઈ સુપર કિંગ્સ-મુંબઇ ઇન્ડિયન્સ
૨૭-એપ્રિલ : રાજસ્થાન રોયલ્સ-સનરાઇઝર્સ હૈદરાબાદ
૨૮મી એપ્રિલ : દિલ્હી કેપિટલ્સ-રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (સાંજે ૪ વાગે)
૨૮મી એપ્રિલ : મુંબઈ ઇન્ડિયન્સ-કોલકાતા નાઈટ રાઈડર્સ (રાત્રે ૮ વાગે
૨૯ એપ્રિલ – સનરાઇઝર્સ હૈદરાબાદ-કિંગ્સ ઈલેવન પંજાબ
૩૦ એપ્રિલ – રોયલ ચેલેન્જર્સ બેંગલોર-રાજસ્થાન રોયલ્સ
પહેલી મે : ચેન્નઈ સુપર કિંગ્સ-દિલ્હી રાજધાની
બીજી મે – મુંબઈ ઇન્ડિયન્સ-સનરાઇઝર્સ હૈદરાબાદ
ત્રીજી મે : કિંગ્સ ઇલેવન પંજાબ-કોલકાતા નાઈટ રાઈડર્સ
ચોથી મે : દિલ્હી કેપિટલ્સ-રાજસ્થાન રોયલ્સ (સાંજે ૪ વાગે)
ચોથી મે : રોયલ ચેલેન્જર્સ બેંગલોર-સનરાઇઝર્સ હૈદરાબાદ (રાત્રે ૮ વાગે)
પાંચમી મે : કિંગ્સ ઇલેવન પંજાબ-ચેન્નઈ સુપર કિંગ્સ (સાંજે ૪ વાગે)
પાંચમી મે : મુંબઇ ઇન્ડિયન્સ-કોલકાતા નાઈટ રાઈડર્સ (રાત્રે ૮ વાગે)