દુબઈ,તા.૮
ભારતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ચાર ટેસ્ટ મેચોની સીરીઝ ૨-૧થી જીતી લીધી, આ સાથે જ બેટ્‌સમેનોને આઈસીસી રેન્કિંગમાં પણ ફાયદો થયો છે. આનો મોટો લાભ પુજરા અને પંતને થયો છે. બન્ને ખેલાડીએ સિડનીમાં સદી ફટકારીને ચર્ચામાં આવી ગયા હતા.આઈસીસીની તાજા રેન્કિંગમાં પુજારા ટૉપ ત્રણ બેટ્‌સમેનોમાં સામેલ થઇ ગયો છે. વળી, સિડની ટેસ્ટમાં શાનદાર સદી ફટકારાનારો રીષભ પંતે પણ ૨૧ સ્થાનોની લંબા છલાંગ લગાવી છે. તેને બેટિંગ રેન્કિંગમાં ભારતીય વિકેટકીપરોને અગાઉના રેકોર્ડની બરાબરી કરી દીધી છે.પુજારાએ ચાર મેચોની સીરીઝમાં ૫૨૧ રન બનાવીને ભારતને ૨-૧થી જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેને સિડનીમાં છેલ્લી ટેસ્ટ મેચમાં ૧૯૩ રન બનાવ્યા જેનાથી તે બેટિંગ રેન્કિંગમાં ત્રીજા સ્થાન પર પહોંચી ગયો હતો. પુજારાના હવે ૮૮૧ રેટિંગ પૉઇન્ટ છે.બોલરોમાં કગિસો રબાડા પ્રથમ સ્થાને યથાવત છે. રવિન્દ્ર જાડેજા એક સ્થાનના ફાયદાથી પાંચમાં અને અશ્વિન એક સ્થાનના નુકસાનથી નવમાં સ્થાન પર છે. પાકિસ્તાનના મોહમ્મદ અબ્બાસ એક સ્થાનના નુકસાનથી છઠ્ઠા અને દક્ષિણ આફ્રિકાના વર્નન ફિલાન્ડર એક સ્થાનના ફાયદાથી સંયુક્ત રીતે ત્રીજા સ્થાન પર છે.
ટોપ-૧૦ બહાર ભારત તરફથી જસપ્રીત બુમરાહ ૧૬મા, શમી એક સ્થાનના ફાયદા સાથે ૨૨મા અને કુલદીપ યાદવ સાત સ્થાનના ફાયદા સાથે ૪૫મા સ્થાન પર છે.