અમદાવાદ, તા.પ
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની તપાસ કરનાર આઈપીએસ અધિકારી રજનીશ રાયની સ્વૈચ્છિક નિવૃત્તિ મામલે હાઈકોર્ટે રાહત લંબાવી છે. હવે પછીની વધુ સુનાવણી ર૩ સપ્ટેમ્બરે હાથ ધરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ હાઈકોર્ટના જસ્ટિસ એસ.આર.બ્રહ્મભટ્ટ તથા જસ્ટિસ એ.પી.ઠાકરની ખંડપીઠે રાજીનામાની અરજી અંગે વધુ ગૂંચવણ ઊભી ન થાય તે માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારને તેમની વિરૂદ્ધ ખાતાકીય કાર્યવાહી અંગે યથાસ્થિતિ જાળવી રાખવા હુકમ કર્યો હતો. ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ) અમદાવાદ નિમણૂંક અંગે હસ્તક્ષેપ નહીં કરવાની સલાહ આપી હતી. બીજી તરફ રજનીશ રાયે સ્વૈચ્છિક નિવૃત્તિ અંગે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ સમક્ષ કરેલી અરજી પર સુનાવણી માટે પણ ર૩ સપ્ટેમ્બર મુકરર કરાઈ છે. રજનીશ રાય છેલ્લે આંધ્રપ્રદેશના ચિત્તુરમાં આવેલી સીઆરપીએફની કાઉન્ટર ઈમરજન્સી એન્ડ એન્ટી ટેરેરિઝમ સ્કૂલમાં આઈજી તરીકે ફરજ બજાવતા હતા.
IPS અધિકારી રજનીશ રાયને અપાયેલી રાહત હાઈકોર્ટે લંબાવી

Recent Comments