(એજન્સી) તહેરાન, તા.૧પ
ગુરૂવારે તહેરાનમાં ૩૩મા આંતરરાષ્ટ્રીય ઈસ્લામિક એકતા સંમેલનના ઉદ્દઘાટન સમારંભનું સંબોધન કરતી વખતે રૂહાનીએ આ પ્રદેશમાં અમેરિકા અને ઈઝરાયેલના પરાજયનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, જો તેઓ આપણી યુવા પેઢીને આદર્શોથી દૂર કરવામાં સક્ષમ હશે તો તેઓ (અમેરિકાઓ અને ઝાયોનીઓ) ઈસ્લામિક દુનિયાની વિરૂદ્ધના તેમના ષડયંત્રોને પૂર્ણ કરવામાં સફળ થશે. તેઓ દુશ્મનની મિત્ર અને મિત્રની દુશ્મન તરીકે ઓળખાણ કરાવશે. ઓછામાં ઓછા ત્રણ દાયકાઓથી અમેરિકી અને ઝાયોની શાસન, પ્રદેશમાં થઈ રહેલા દરેક નરસંહાર, વિવાદ અને યુદ્ધનો સ્ત્રોત રહ્યા છે. રૂહાનીએ પોતાના સંબોધનમાં ઉમેર્યું કે, યુવા પેઢીને એ સારી પેઠે સમજી લેવાની જરૂર છે કે, અમેરિકા કયારેય પ્રાદેશિક રાષ્ટ્રો અને મુસ્લિમોનો મિત્ર નહોતું અને તેથી જ પ્રાદેશિક મુદ્દાઓનો ઉકેલ અમેરિકાની મદદથી નહીં પરંતુ પ્રદેશના લોકોની મદદથી જ આવશે. રાષ્ટ્રપતિએ પેલેસ્ટીન અને અલ-કુદ્દસને મુસ્લિમ વિશ્વમાં સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો ગણાવ્યો છે અને કહ્યું છે કે, આ મુદ્દાને આપણે ભૂલી જઈએ તે માટે વોશિંગ્ટન અને તેલઅવિવ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
પ્રદેશમાં દરેક યુદ્ધ, વિવાદનો સ્ત્રોત અમેરિકા, ઈઝરાયેલ છે : ઈરાનના રૂહાની

Recent Comments