(એજન્સી) ઈરાન,તા.૧૦
યુએનના પરમાણુ વોચડોગના ડિરેક્ટર યુકિયા અમાનોએ પુષ્ટિ કરી છે કે યુએન નિક્કી હેલી અને અમેરિકી રાજદૂત વચ્ચે થયેલી બેઠકમાં ર૦૧પનો જે પરમાણુ કરાર થયો હતો તેનું તહેરાન પાલન કરે છે. તે હોલી અને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીના (આઈ.એ.ઈ.એ.) વડાની વચ્ચે યોજાયેલી દ્વિતીય બેઠક હતી. ઓગસ્ટમાં પ્રથમ વખત હેલીએ જ્યારે એજન્સીના વિએન્નામાં આવેલા વધુ મથકની મુલાકાત લીધી ત્યારે તેમણે ઈરાન પર વધુ નિયંત્રણો રાખવા માટે વિનંતી કરી હતી. આ મુલાકાત બાદથી પ્રમુખ ટ્રમ્પે ઓક્ટોબરમાં ઈરાનના કરારને રદ કર્યો હતો અને તેમણે ચેતવણી આપી હતી કે વોશિંગ્ટન ઈતિહાસના આવા ‘ખરાબ કરારથી પીછેહઠ કરશે અને તેના ભાવિને કોંગ્રેસના હાથમાં સોંપી દેશે.
પરમાણુ બોમ્બને વિકસિત કરવાથી તહેરાનને રોકવા માટે નિયંત્રણ રાખવાને બદલે કરારોના હસ્તાક્ષરકર્તાઓ ધીરે-ધીરે પ્રતિબંધોને મંજૂરી આપવા પર સહમત થયા. આઈ.એ.ઈ.એ.એ પોતાના નિવદનમાં કહ્યું કે હેલી અને અમાનોએ આઈ.એ.ઈ.એ. દ્વારા ઈરાનના પરમાણુ સંબંધિત વચનના અમલીકરણ અંગે કરવામાં આવેલ વેરિફિકેશન અને નિયંત્રણો વિશે ચર્ચા કરી હતી. આ કરાર યુએસ, રશિયા, ચીન, ફ્રાન્સ, યુ.કે. અને જર્મન જેવા ૬ વૈશ્વિક શક્તિશાળી દેશોને અંતર્ગત કરવામાં આવ્યો હતો.
ઈરાન હજી પણ પરમાણુ કરારનું પાલન કરે છે : UN

Recent Comments