(એજન્સી) નવી દિલ્હી,તા.૧૧
ટ્રમ્પના ઈરાન પરમાણુ કરારમાંથી ખસી જવાના નિર્ણયના કારણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે ભાજપની જમણેરી પાંખના નેતા કે, જેઓ આ વર્ષના અંત સુધીમાં સામાન્ય ચૂંટણી વહેલી યોજાય તે અંગે વિચારણા કરી રહ્યા છે, તેઓને ટ્રમ્પના જોઈન્ટ કોમ્પ્રેહેન્સિવ પ્લાન ઓફ એક્શનના (જે.સી.પી.ઓ.એ.) કરારમાંથી ખસી જવાના નિર્ણયથી ઘણા બધા આર્થિક પડકારોનો સામનો કરવો પડી શકે છે. તેમ અમેરિકન થિંકટેંક બુકિંગ્સના અહેવાલમાં જણાવાયું હતું. આ કરાર કે જેને મોદીએ સમજદારી અને રાજકારણનો વિજય ગણાવ્યો હતો તેના માટે યુરોપિયન નેતાના હસ્તક્ષેપની ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ છે. આટલા વર્ષોમાં તેલની કિંમતોમાં ઘટાડો થવાને બદલે હવે તેમાં વધારો થવાનો જ્યારે ભય સતાવી રહ્યો છે ત્યારે ભારતના વડાપ્રધાન કદાચ તે બાબતને રાજકીય લાભ તરીકે જોતાં હોય તેવું બની શકે. ભારતે દુનિયામાં તેલનો વપરાશ કરવામાં ત્રીજો સૌથી મોટો દેશ છે અને તે તેના પુરવઠાના ત્રણ ચતુર્થાંશ જેટલી આયાત કરે છે. ઈરાન પાસે તેલનો સૌથી મોટો સ્ત્રોત છે. ત્યારબાદ સઉદી અરેબિયા અને ઈરાકનો અનુક્રમે બીજો અને ત્રીજો ક્રમાંક આવે છે. જ્યારે દિલ્હી, અન્ય યુરોપિયન રાજધાનીઓની જેમ તહેરાન સાથેનો પોતાનો વેપાર ચાલુ રાખવા માટે છૂટ માંગી શકે છે, પરંતુ આ અંગેની કોઈ ખાતરી નથી. તેને તેલના ભાવમાં થતાં વધારાને આધારે ધ્યાનમાં લેવાશે
અહેવાલ અનુસાર, તાજતેરના વર્ષોમાં મોદી સરકારના નેતૃત્વ હેઠળ ભારતને તેલની કિંમતોમાં ઘટાડો થતાં ઘણો જ ફાયદો થયો હતો. જ્યારે મોદી સરકાર સત્તામાં આવી ત્યારે પ્રતિ બેરલે ભારતીય ક્રૂડ બાસ્કેટની કિંમત ૧૦૮.૦પ ડોલર હતી, જ્યારે ઈરાન સાથેના કરાર પહેલા તે પ્રતિ બેરલે પ૭.૧૯ ડોલર હતી. જ્યારે વર્ષ ર૦૧પના અંત સુધીમાં તે પ્રતિ બેરલે ૩૩.૩૬ ડોલર હતી. આના દ્વારા ભારતના આર્થિક નીતિ ઘડવૈયાઓને નાણાકીય અવકાશ મળી શકતો હતો અને મોદીને રાજકીય અવકાશ મળી શકતો હતો. પરંતુ જો તેલના ભાવમાં વધારો થાય તો આ બંનેને નુકસાન થઈ શકે છે.