મુંબઈ, તા.૧
ઈરાનનો ફાઝેલ અત્રાઅલીએ ઈતિહાસ સર્જ્યો જ્યારે તેને પ્રો.કબડ્ડી લીગ દ્વારા આયોજિત ખેલાડીઓની હરાજીમાં થુ મુંબા ટીમે એક કરોડ રૂપિયામાં ખરીદ્‌યો ફાઝેલ પ્રો. કબડ્ડી લીગનો પ્રથમ કરોડપતિ ખેલાડી બની ગયો તેના જ વતનનો અબોઝારને તેલુગુ ટાઈર્ટસે ૭૬ લાખ રૂપિયામાં ખરીદ્‌યો. ફાઝેલએ નીતિન તોમરનો રેકોર્ડ તોડ્યો. જેને ગત હરાજીમાં યુપી યોદ્ધાએ ૯૩ લાખ રૂપિયામાં ખરીદ્‌યો હતો. ઈરાની ડિફેન્ડરની બેસપ્રાઈસ ર૦ લાખ રૂપિયા હતી તેની તુલનામાં તેને પાંચ ગણી વધારે કિંમત મળી ફાઝેલ લીગના શાનદાર ડિફેન્ડર્સમાં સામેલ છે. લીગના ઈતિહાસમાં સૌથી વધારે ટેબલ પોઈન્ટ બનાવવાના મામલામાં તે ૧૧માં સ્થાને છે તેના નામે ૧પર ટેબલ પોઈન્ટ છે.