(એજન્સી) ઈસ્લામાબાદ, તા.ર

ઈરાને કાશ્મીર મુદ્દે પાકિસ્તાન અને ભારત વચ્ચે મધ્યસ્થી બનવાની દરખાસ્ત મૂકી છે. ઈરાનના પાકિસ્તાન ખાતેના રાજદૂતે આ વાત કરી કહ્યું હતું કે તે માટે બંને દેશો વિનંતી કરે તો તેઓ મધ્યસ્થી માટે તૈયાર છે. ઈરાનીયન રાજદૂત મેહદી હોનારદોસ્તે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તનાવથી બંને દેશોનો વિકાસ અને પ્રગતિ રોકાઈ ગઈ છે. જેના કારણે પૂરા વિસ્તારમાં તેની આર્થિક અસર છવાઈ છે. તેમ તેમણે પાકિસ્તાનની સમાચાર સંસ્થા એમી સાથે વાતચીતમાં જણાવ્યું હતું. ઈરાન-પાકિસ્તાન વેપાર અંગે તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે મુક્ત વેપાર સમજૂતીના સહીસિક્કા થયા છે. જે જલ્દીથી કાર્યરત થશે. જેથી બંને દેશોના વેપાર અને ધંધા માટે સરળતા બનશે. તેમણે કહ્યું કે આગામી ઈરાન-પાકિસ્તાન આર્થિક કમિશનની ર૦મી બેઠકમાં વેપારને વધુ મજબૂત બનાવવા ભાર મૂકાશે. ૪૬ બટાલિયન ડોલરના ચાઈના-પાકિસ્તાન કોરીડોરને બંને દેશોનું ભાગ્ય બદલનાર અને એકતા માટેનો ગણાવ્યો હતો.