International

ઈરાકના કુર્દિસ્તાનની લોકમત સ્વતંત્રતા માટે પણ અમેરિકાનો ચંચૂપાત

(એજન્સી) વોશિંગ્ટન, તા.૧૭
શુક્રવારે યુ.એસ. દ્વારા તેમના મિત્ર રાષ્ટ્રોની સહાનુભૂતિ એકઠી કરવા અચાનક પ્રાદેશિક લોકોને કુર્દિસ્તાનની લોકમત સ્વતંત્ર માટે પ્રેરયા હતા.
વોશિંગ્ટન ઘણા લાંબા સમયથી કુર્દિશ સ્વાયત્તાને સપોર્ટ કરી રહ્યું છે તથા દાઈશ ગ્રુપ વિરૂદ્ધ મિલિટરી ફોર્સની સહાયતા પણ આપી રહ્યું છે. હવે આ સમયમાં લોકોની આઝાદી પર મૂકી શકાય નહીં.
વોશિંગ્ટન વારંવાર ઈરબિલ અને બગદાદના વસાહતીઓને મદદ માટે હાથ લંબાવે છે પણ ત્યાંના પ્રાદેશિક નેતાઓ મદદને સ્વીકારવા તૈયાર નથી.
વર્ષ ર૦૧૮ની ચૂંટણીમાં કુર્દિસ્તાન પાર્ટી લડવા ફાઈનલી તૈયાર થઈ ચૂક્યું છે. મળેલ સમાચાર અનુસાર યુ.એસ. બ્રિટન અને યુનાઈટેડ નેશન્સના પ્રધાનો દ્વારા મોકલવામાં આવેલ તારીખોમાં કુર્દિસ્તાન અને ઈરાકે વાટાઘાટા કર્યા છે.
બે વર્ષમાં પાર્લામેન્ટની પ્રથમ બેઠકમાં રપ પોલ સદસ્યોએ બહિષ્કાર કરી ૬૮માંથી ૬પ ધારાશાસ્ત્રીઓએ હાજર રહી વોટ આપ્યા હતા.
ત્યારબાદ તમામ ધારાશાસ્ત્રીઓએ હાથ ઊંચો કરી ઊભા થઈ કુર્દિશ એન્થમ ગાયું જ્યારે અન્ય લોકોએ ધ્વજ ફરકાવી સન્માન આપ્યું હતું.
ખાસ કરીને તુર્કી માટે બંને દેશના ધ્વજ સાથે ફરકાવવામાં આવ્યા હતા.
વર્ષ ર૦૧પમાં ઈરાકના પ્રેસિડેન્ટ તરીકે બર્ઝાની મેન્ડેટ રિટાયર્ડ થયા હતા.
જ્યારે ઈરાકના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જલાલ તલબાની સ્વદેશાભિમાની પેરીઓટીક યુનિયન ઓફ કુર્દિશ (પીયુકે) અને કુર્દિશના નેતૃત્વ હેઠળ બર્ઝાની મન્ડેટ કુર્દિશ ડેમોક્રેટિક પાર્ટી (કેડીપી) બની હતી.
બંને એકબીજાની વિરૂદ્ધ પાર્ટીઓમાં ધી ઈન્ડિપેન્ડેન્ટ ગોરાન જેમની પાસે ૧૧૧માંથી ર૪ સીટો છે અને જમા ઈસ્લામિયા પાસે માત્ર ૬ સીટો છે.
તુર્કીના રાષ્ટ્રપતિ તૈયિપ એર્દોગાને ચેતવણી આપતા કહ્યું વોટ મુજબ ખૂબ જ ખરાબ પરિણામો મળવા એ સારી વાત નથી. ઈરાકી કુર્દિશ જેઓ ઈકોનોમી રીતે સંપૂર્ણ તેલના હેરફેર માટે તુર્કીમાંથી પસાર થતી પાઈપલાઈન પર આધાર રાખે છે.
જ્યારે તુર્કીની નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ રર સપ્ટેમ્બરના રોજ સત્તાવાર રીતે સ્થિતિ નક્કી કરશે.
ગુરૂવારે બગદાદની પાર્લામેન્ટ દ્વારા કીરકુક પ્રાંતના ન્યાયાધિશને બરતરફ કરવામાં આવ્યા હતા.
વોટ વિરૂદ્ધ એવા તુર્કીશ, બગદાદ અને ઈરબિલ જે લોકો તેલ કારોબારમાં ધનાઢ્ય છે તેનો અરેબિયન લોકો પણ વિરોધ કરી રહ્યા છે.
ઈરાકી કુર્દિસ્તાન જ્યાંના લોકોને સદ્દામ હુસેને નિર્દયતાથી રૂંધી નાખ્યા હતા. વર્ષ ર૦૦પમાં ઈરાકમાં બંધારણે સમવાયી લોકશાસનની સ્થાપના કરી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ઇઝરાયેલ ગાઝામાંકામચલાઉ યુદ્ધવિરામ કરાર ઇચ્છે છે : હમાસ અધિકારી

    (એજન્સી) તા.૧૬હમાસના રાજકીય બ્યુરોના…
    Read more
    International

    પેલેસ્ટીન માટે સહાય એકત્ર કરવા ભારતમાંકોઈ સંસ્થા સ્થપાઈ નથી : પેલેસ્ટીની દૂતાવાસ

    (એજન્સી) તા.૧૬નવી દિલ્હીમાં…
    Read more
    International

    ઇઝરાયેલ પર હુમલા પછી બાઇડેન ઇરાનની ઓઇલલાઇફલાઇનમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી : અહેવાલ

    ગૃહમાં રિપબ્લિકન નેતાઓએ જાહેર કર્યું…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.