મુંબઈ,તા.૬
ઈરફાન પઠાણે શનિવારે ક્રિકેટના બધા ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કર્યા બાદ કહ્યું કે, લોકો ર૭-ર૮ વર્ષની ઉંમરમાં પોતાની કારકિર્દી શરૂ કરે છે અને મારી કારકિર્દી ત્યારે સમાપ્ત થઈ ગઈ જ્યારે હું ર૭ વર્ષનો હતો અને મને તેનો અફસોસ છે. ઈરફાન જ્યારે ૧૯ વર્ષનો હતો ત્યારે તેણે ર૦૦૩માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ભારત તરફથી પ્રથમ મેચ રમી હતી. તેણે પોતાની અંતિમ મેચ ર૦૧રમાં શ્રીલંકા વિરૂદ્ધ વિશ્વ ટ્‌વેન્ટી-ર૦માં રમી હતી. ઈરફાન હાલ ૩પ વર્ષનો છે. તેણે કહ્યું કે, લોકો ર૭-ર૮ વર્ષની ઉંમરમાં પોતાની કારકિર્દી શરૂ કરે છે અને તે ઉંમરમાં મારી કારકિર્દી સમાપ્ત થઈ ગઈ. મને આનો અફસોસ છે. તેણે કહ્યું કે હું ઈચ્છતો હતો કે હું વધુ મેચ રમું અને પોતાની વિકેટોની સંખ્યા પ૦૦-૬૦૦ સુધી પહોંચાડું અને રન બનાવું પણ એવું થઈ શક્યું નહીં. ઈરફાને કહ્યું કે, ર૭ વર્ષીય ઈરફાનને પોતાની કારકિર્દીની ચરમસીમા પર વધારે તક મળી નહીં જે પણ કારણ રહ્યું હોય પણ એવું થયું નહીં. કોઈ ફરિયાદ નથી પણ પાછળ વળીને જોઉં છું તો દુઃખ થાય છે. પઠાણે કહ્યું કે, ર૦૧૬માં પહેલીવાર મને લાગ્યું કે હવે તે ફરીથી ક્યારેય ભારત માટે રમી શકશે નહીં. તેણે કહ્યું ર૦૧૬ બાદ હું સમજી ગયો હતો કે હું પુનરાગમન કરવાનો નથી. જ્યારે મેં ત્યારે મુશ્તાકઅલી ટ્રોફીમાં હાઈએસ્ટ રન બનાવ્યા હતા. હું સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર હતો અને ત્યારે મેં પસંદગીકારો સાથે વાત કરી તો તેઓ મારી બોલિંગથી વધારે ખુશ ન હતા.