(એજન્સી) બગદાદ,તા.૧૬
જૂન ૨૦૧૪માં ખોફનાક આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે ટીકરીત નજીક કેમ્પ સ્પેઇકર ખાતે જ્યારે મોટા ભાગના શિયા મુસ્લિમો એવા ઇરાકી એરફોર્સના ૧૭૦૦ કેડેટને ફાંસી આપી ત્યારે ઇરાક ‘પોઇન્ટ ઓફ નો રિટર્ન’ પર પહોંચી ગયું હતું. ઇસ્લામિક સ્ટેટના આ સૌથી ભયાનક નરસંહારને કારણે સાંપ્રદાયિક ફોર્ટ લાઇન વધુ ઘેરી બની હતી અને ઇરાકી લોકોની એકતા વધુ મજબૂત બની હતી.
આ નરસંહારના ત્રણ વર્ષ બાદ ૧૦ જુલાઇ ૨૦૧૭ના રોજ જ્યારે ઇરાકી દળોએ મોસુલને ૈંજીના કબજામાંથી છોડાવ્યું ત્યારે શિયા-સુન્ની ભાઇચારા માટેની અપીલો હવામાં ગૂંજી ઊઠી હતી. ધ ગાર્ડિયનના કટાર લેખક જોનાથન સ્ટીલે આ વિજયને ઇરાકીઓમાં રાષ્ટ્રીય ભાવના તરીકે ગણાવ્યો હતો કે જેના કારણે પ્રાદેશિક, વંશીય અને સાંપ્રદાયિક વિવાદો પર વિજય થયો હતો. જો કે આ વિજય સરળતાથી હાંસલ થયો ન હતો. માર્ચ ૨૦૧૫માં ૈંજી સામે ઇરાકી લશ્કરના નિર્ણાયક આક્રમણ પૂર્વે બગદાદની બેબીલોન હોટલમાં ૧૬ આદિવાસી નેતાઓની એક બેઠક મળી હતી જેનો હેતુ ઇરાકના વિવિધ જૂથો વચ્ચે સમાધાન સાધવાનો હતો પરંતુ આ બેઠકમાં પણ ઉગ્ર ટપાટપી જોવા મળી હતી. એક મહત્વના અગ્રણી નેતાએ એક તબક્કે તો કેમ્પ સ્પેઇકર નરસંહારમાં સંડોવણી હોવાનો સ્થાનિક આદિવાસીઓએ આક્ષેપ કર્યા બાદ બેઠકમાંથી વોકઆઉટ કરી જવાની ધમકી પણ આપી હતી.
ડિસે.૨૦૧૪થી યુનાઇટેડ સ્ટેટ ઇન્સ્ટીટ્યૂટ ઓફ પીસ (ેંજીૈંઁ) દ્વારા સમર્થિત પ્રયાસોના ભાગરૂપે બેબીલોન હોટલ બેઠક યોજવામાં આવી હતી. આમ ૈંજીને પરાજિત કરવાના હેતુથી ઇરાકની રાષ્ટ્રીય એકતા વધુ મજબૂત કરવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને આ પ્રયાસોના પરિણામરૂપે ૈંજીનો ઇરાકમાંથી ખાતમો થતા ઇરાકની રાષ્ટ્રીય એકતા વધુ મજબૂત બની હતી જે ખરેખર અભિનંદનને પાત્ર છે.