(એજન્સી) મહારાષ્ટ્ર, તા.ર૮
બોલિવૂડ અભિનેત્રી ઈશા કોપ્પિકર આજે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં ભાજપમાં સામેલ થઈ છે. સમાચાર એજન્સીએ જણાવ્યું કે, અભિનેત્રી ઈશાને ભાજપ મહિલા મોરચાની પરિવહન વિંગની કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવી છે. મુંબઈમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ઉપરાંત પાર્ટીના અન્ય લોકોની હાજરીમાં અભિનેત્રીએ પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું. એક ટ્‌વીટમાં તેણે પાર્ટીનું ઉષ્માભેર સ્વાગત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો છે અને જણાવ્યું કે, તેઓ રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર છે. ઈશા કોપ્પિકરે ર૦૦૦માં ‘ફિઝા’થી બોલિવૂડમાં પર્દાપણ કર્યું હતું, પરંતુ રામ ગોપાલ વર્માની કંપનીમાં ખલ્લાસ ગીતે તેમનું ધ્યાન આકર્ષિત કર્યું. તેમણે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત ૧૯૯૮માં એક તામિલ ફિલ્મથી કરી હતી તે તેલુગુ, મરાઠી અને કન્નડ ફિલ્મોમાં પણ જોવા મળી છે. આ પહેલાં ર જાન્યુઆરીએ દિગ્ગજ અભિનેત્રી મોસમી ચેટર્જી પર સત્તાધારી ભાજપમાં સામેલ થઈ હતી. ર૦૦૪માં તેમણે બંગાળમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાષ્ટ્રીય ચૂંટણી લડી હતી. ઈશા કોપ્પિકરની નિમણૂક એક દિવસ પછી થઈ જ્યારે ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયએ કોંગ્રેસ પર આ કહીને કટાક્ષ કર્યો કે, તેઓ ચોકલેટ ચહેરા પર બેંકિંગ કરીને આવનારી ચૂંટણી લડવા ઈચ્છે છે. ટિપ્પણી પછી વિવાદ થયો હતો જો કે તેમણે સ્પષ્ટ કર્યું કે, તેઓ માત્ર અભિનેતાઓનો ઉલ્લેખ કરી રહ્યા છે. નામે રાજકીય નેતાઓને તેમણે જણાવ્યું કે, હું પોતાના મિત્રોને મીડિયામાં બતાવવા ઈચ્છું છું કે જો એવું કોઈ નિવેદન આવે છે તો તેમણે તેને ક્રોસ ચેક કરવું જોઈએ. મેં બોલિવૂડ અભિનેતાઓ માટે ચોકલેટી ચહેરાનો ઉપયોગ કર્યો. મેં તેનો ઉપયોગ કોઈપણ રાજકીય નેતા માટે કર્યો નથી.