કોલકત્તા, તા. ૨૨ કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે ઐતિહાસિક પ્રથમ ડેનાઇટ ટેસ્ટ આજે અતિરોમાંચક વાતાવરણમાં શરૂ થઇ હતી. ટોચની હસ્તીઓ પણ આ મેચ જોવા માટે ઉપસ્થિત રહી હતી. બાંગ્લાદેશે ટોસ જીતીને આ ઐતિહાસિક ટેસ્ટ મેચમાં પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તેને આ નિર્ણય ખુબ ભારે પડ્યો હતો. બાંગ્લાદેશની ટીમ માત્ર ૧૦૬ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. બાંગ્લાદેશની ટીમ ૩૦.૩ ઓવર સુધી જ ભારતીય બોલરો સામે ટકી શકી હતી. ભારત તરફથી તમામ બોલરોએ જોરદાર બોલિંગ કરી હતી પરંતુ ઇશાંત શર્માએ તરખાટ મચાવ્યો હતો. ઇશાંત શર્માએ ૨૨ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ઇશાંત શર્માએ ૧૦મી વખત ઇનિંગ્સમાં પાંચ અથવા વધુ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી જ્યારે સ્થાનિક મેદાન પર ઇશાંત શર્માએ પાંચ વિકેટ લેવાની સિદ્ધિ ૧૨ વર્ષ બાદ હાંસલ કરી હતી. ઇશાંત શર્માએ વર્ષ ૨૦૦૭માં પાકિસ્તાનની સામે બેંગ્લોરમાં રમાયેલી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં ૧૧૮ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ઇશાંત શર્માએ હજુ સુધી ૫૫ ટેસ્ટ મેચોમાં ૨૮૩ વિકેટ પોતાના નામ ઉપર કરી છે. બાંગ્લાદેશની ટીમ આજે ૧૦૬ રનમાં પેવેલિયન ભેગી થઇ હતી.

બાંગ્લાદેશ પ્રથમ દાવ :
ઇસ્લામ કો. સહા બો. યાદવ ૨૯
ઇમરુલ એલબી બો. ઇશાંત ૦૪
મોમીનુલ કો. રોહિત બો. યાદવ ૦૦
મિથુન બો. યાદવ ૦૦
રહીમ બો. સામી ૦૦
મહેમુદુલ્લા કો. સહા બો. ઇશાંત ૦૬
લિન્ટનદાસ રિટાયર્ડ હર્ટ ૨૪
નઇમ બો. ઇશાંત ૧૯
ઇબાદત બો. ઇશાંત ૦૧
મહેંદી હસન કો. પુજારા બો. ઇશાંત ૦૮
અલઅમીન અણનમ ૦૧
અબુ જાયદ કો. પુજારા બો. સામી ૦૦
વધારાના ૧૪
કુલ (૩૦.૩ ઓવરમાં ઓલઆઉટ) ૧૦૬
પતન : ૧-૧૫, ૨-૧૭, ૩-૧૭, ૪-૨૬, ૫-૩૮, ૬-૬૦, ૭-૭૩, ૮-૮૨, ૯-૯૮, ૧૦-૧૦૫
બોલિંગ : ઇશાંત : ૧૨-૪-૨૨-૫, યાદવ : ૭-૨-૨૯-૩, સામી : ૧૦.૩-૨-૩૬-૨, જાડેજા : ૧૩-૦-૫-૦