અમદાવાદ, તા.૭
અમદાવાદની સ્પે. સીબીઆઈ કોર્ટે પૂર્વ પોલીસ અધિકારી ડી.જી. વણઝારા અને એન.કે.અમીનની ડિસ્ચાર્જ અરજી રદ કરી હતી. બંને સામે ઈશરતજહાં અને અન્ય ત્રણ વ્યક્તિઓના બનાવટી એન્કાઉન્ટરનો કેસ ચાલી રહ્યો હતો.
સ્પે. જજ જે.કે. પંડ્યાએ વણઝારા અને અમીનની ડિસ્ચાર્જ અરજી રદ કરી. કોર્ટે ગયા મહિને આ કેસમાં દલીલો સાંભળી હતી. સીબીઆઈ અને ઈશરતજહાંની માતા શમીમા કૌસરે બંને પોલીસ અધિકારીઓના ડિસ્ચાર્જને પડકાર્યું હતું. ડી.જી.વણઝારાએ પ્રેરિટીના આધારે ડિસ્ચાર્જ કરવા માગણી કરી હતી જે આધારે પી.પી. પાંડેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. એન.કે. અમીને પોતાનની ડિસ્ચાર્જ અરજીમાં જણાવ્યું હતું કે એન્કાઉન્ટર ખરૂં હતું બનાવટી ન હતું. સીબીઆઈએ જે સાક્ષીઓના નિવેદનો રજૂ કર્યા છે એ વિશ્વસનીય નથી. ઈશરતજહાંની માતાએ અમીન અને વણઝારાના ડિસ્ચાર્જને રદ કરતા માગણી કરી હતી અને જણાવ્યું હતું કે વગદાર પોલીસ અધિકારીએ ષડયંત્ર રચી મારી પુત્રીની હત્યા કરી હતી. એમણે આક્ષેપો કર્યા કે વણઝારાએ સીધી અને મુખ્ય ભૂમિકા એન્કાઉન્ટરમાં ભજવી હતી. ૧૯ વર્ષીય ઈશરત થાણે જિલ્લાના મુંબ્રા વિસ્તારની વતની હતી. એની અને અન્ય ત્રણ વ્યક્તિઓની હત્યા બનાવટી એન્કાઉન્ટરમાં કરાઈ હતી.