(એજન્સી) તા.૯
ર૦૦૪ના ઈશરતજહાં એન્કાઉન્ટર કેસમાં ડીઆઈજી વણઝારાને મુક્ત કરવા વિશેની અરજીને નકારતા સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે અવલોકન કર્યું હતું કે આ જ કેસમાં મુક્ત કરી દેવામાં આવેલા નિવૃત્ત ડીજીપી પી.પી. પાંડે કરતાં વણઝારાની ભૂમિકા સ્પષ્ટ અને વધારે છે જ્યારે અન્ય આરોપી એન.કે. અમીનની ડિસ્ચાર્જ અરજીને નકારતા કોર્ટે કહ્યું હતું કે પુરાવાઓ દર્શાવે છે કે જ્યારે વાસદમાંથી ઈશરતજહાં અને જાવેદ શેખ ઉર્ફે પ્રજ્ઞેશ પિલ્લાઈનું અપહરણ કરવામાં આવ્યું ત્યારે એન.કે. અમીન ત્યાં હાજર હતા. કોર્ટે આમ પણ કહ્યું હતું કે અમીન એન્કાઉન્ટર સ્થળે પણ હાજર હતા. જ્યાં ૧પ જૂન ર૦૦૪ના દિવસે ચાર લોકોને આંખે પાટા બાંધીને લાવવામાં આવ્યા હતા.