(એજન્સી) કોલકાતા, તા. ૧૫
મંગળવારે કોલકાતામાં અમિત શાહના રોડ શોમાં ફાટી નીકળેલી હિંસામાં ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરના પ્રતીમા ખંડિત થતા ફલસૂફિઓ, સામાજિક સુધારકો અને બંગાળનું નવસર્જન ઇચ્છતા લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. લેખક અને સુધારક ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરનું યોગદાન દેશના શિક્ષણ અને મહિલાઓના સશક્તિકરણમાં મહત્વનું છે જેને ભૂલી શકાય તેમ નથી.
– ઇશ્વરચંદ્ર ૨૬ સપ્ટેમ્બર ૧૮૨૦માં પશ્ચિમ બંગાળના ગરીબ બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતા. નામપણથી જ તેઓ ભણવામાં રૂચિ રાખતા, ઘરમાં વીજળી ન હોવાથી તેઓ સ્ટ્રીટ લાઇટ નીચે વાંચતા હતા. તેઓ ભણવામાં ખૂબ હોશિયાર હતા જેથી તેમના પિતા સાથે ૧૮૨૬માં કલકત્તામાં ભણવા આવ્યા. કોલકાતામાં તેમણે ઉચ્ચ અંગ્રેજી સાથે અભ્યાસ કર્યો.
– ઇશ્વર વેદાંત, વ્યાકરણ, સાહિત્ય, અલંકારશાસ્ત્ર, સ્મૃતિ અને સંસ્કૃત કોલેજ દરમિયાન૧૮૨૯થી ૧૮૪૧ દરમિયાન કોલેજમાં ભણ્યા. તેમણે ૧૮૩૯માં સંસ્કૃત સ્પર્ધામાં ભાગ લેતા વિદ્યાસાગર એવોર્ડ મેળવ્યો તેને અભ્યાસના દરિયા તરીકે અનુવાદ કરાયું.
– ૧૮૩૯માં ૨૧ વર્ષની ઉંમરથી તેમણે ૧૮૪૧ સુધી કાયદાનો અભ્યાસ કર્યો પછી તેઓ સંસ્કૃત વિભાગના વડા તરીકે ફોર્ટ વિલિયમ કોલેજમાં જોડાયા.
– બંગાળી અભ્યાસ સિસ્ટમમાં વિદ્યાસાગર ક્રાંતિ લાવ્યા. તેઓ બંગાળી ભાષાને લખાણ અને બોલીમાં લાવ્યા. બંગાળી શબ્દકોષમાં તેમણે લખેલા ‘બોરનો પરિચોય’ પુસ્તકનો ઉલ્લેખ છે.
-વિદ્યાસાગર વિધવાઓના પુનઃલગ્ન અંગે ખુલ્લામને બોલતા હતા અને ૧૮૫૬માં વિધવા લગ્ન માટે તેની પ્રથાનો કાયદો લાવ્યા. તેમણે બંગાળી ભાષાના મૂળાક્ષરોના ૧૨ વ્યંજન અને ૪૦ સ્વરને ફરી બનાવ્યા હતા.
-બંગાળી સિસ્ટમને મદદ કરનારા અનેક પુસ્તક તેમણે લખ્યા.
-વિદ્યાસાગર ૨૯ જુલાઇ ૧૮૯૧માં ૭૦ વર્ષની વયે કોલકાતામાં નિધન પામ્યા હતા. તેમના મૃત્યુ બાદ રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે, કોઇને આશ્ચર્ય થાય કે ભગવાને ૪૦ લાખ બંગાળી લોકોમાં વિદ્યાસાગરને કેવી રીતે બનાવ્યા હશે.