(એજન્સી) તા.૧ર
તાજેતરમાં જ કોઈમ્બતૂરમાં આવેલા મેત્તુપલાયમ વિસ્તારમાં એક દીવાલ ધસી પડવાની ઘટનામાં ૧૭ જેટલા દલિતો મૃત્યુ પામી ગયા હતા. આ આઘાતજનક ઘટનાને પગલે આશરે ૩૦૦૦ જેટલા દલિત સમુદાયના લોકોએ જાહેરાત કરી હતી કે તેઓ ઇસ્લામ ધર્મને સ્વીકારીને ધર્માંતરણ કરવા જઈ રહ્યાં છે.
તમિલ પુલિગાઇ કચ્છીના રાજ્યના સચિવ ઇલાવેનિલે ઇન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અત્યાર સુધીમાં ૪૩૦ દલિતો ઇસ્લામ ધર્મનો અંગીકાર કરી ચૂક્યા છે અને હજુ આવા ઘણાં લોકો ઇસ્લામ ધર્મમાં ધર્માંતરણ કરવા જઇ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ર ડિસેમ્બરના રોજ મેત્તુપલાયમ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો અને આ દરમિયાન જ આ દીવાલ ધસી પડવાની ઘટનાને કારણે ત્રણ મકાનો પણ ધરાશાયી થઇ ગયા હતા અને આ દુર્ઘટનામાં ૧૭ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાને પગલે ક્ષેત્રમાં ભારે દેખાવો પણ કરાયા હતા. અહીં એવા અનેક દલિત સમુદાયના લોકોને તમને મળી જશે જે દાવો કરે છે કે તેમની સાથે અવારનવાર ભેદભાવ કરવાની ઘટનાઓ બનતી રહે છે. આ કારણે તેઓ કંટાળી ચૂક્યા છે. તાજેતરમાં ઇસ્લામ ધર્મનો અંગીકાર કરી માર્ક્સમાંથી મોહમ્મદ અબુ બકર તરીકે નામ ધારણ કરનારે કહ્યું કે અમે તાજેતરમાં જ ધર્માંતરણ કરીને ઇસ્લામ ધર્મનો સ્વીકાર કર્યો છેે. અમે લાંબા સમયથી જાતિ આધારિત ભેદભાવનો સામનો કરી રહ્યા હતા. જે અમારા માટે અસ્વીકાર્ય બની ગયું હતું.
અમારે અનેકવાર અસ્પૃશ્યતા જેવી ઘટનાઓનો સામનો પણ કરવો પડ્યો હતો. દલિતોને દુર્ગા દેવીના મંદિરમાં પણ પ્રવેશ આપવામાં આવતો નહોતો. અહીં ચાની દુકાનો ઉપર પણ ભેદભાવનો સામનો કરવો પડતો હતો. અમે સરકારી બસોમાં પણ સામાન્ય નાગરિકોની તુલનાએ એકસમાન રીતે સીટ પર બેસી પણ શકતા નહોતા.
કોઇમ્બતૂરમાં ૪૩૦ દલિતોએ ઇસ્લામ ધર્મમાં ધર્માંતરણ કરીને કહ્યું; અન્યાયને કારણે આમ કર્યું, હજુ ઘણાં લોકો ધર્માંતરણ કરવાની તૈયારીમાં

Recent Comments