ચેન્નાઈ,તા.૧૯
ચેન્નાઈમાં અન્નાસલાઈની એક મસ્જિદમાં સંગીત નિર્દેશક કુર્લાસન, સિલામ્બરાસનના નાનાભાઈએ હિન્દુ ધર્મનો ત્યાગ કરી ઈસ્લામ ધર્મ અંગિકાર કર્યો છે. અહેવાલ મુજબ યુવા સંગીત કારે માતાપિતા ટી રાજેન્દ્રધર અને ઉષાની ઉપસ્થિતિમાં હાલમાં જ ચેન્નાઈના અન્નાસલાઈની એક મસ્જિદમાં આયોજીત એક કાર્યક્રમમાં ઈસ્લામ ધર્મ અંગિકાર કર્યો છે. આ સમારોહની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. પુત્રના ઈસ્લામ ધર્મ અંગિકાર કરવાના નિર્ણય અંગે ટી રાજેન્દ્રધરે જણાવ્યું કે, તમામ ધર્મ સમાન છે અને તમામ ધર્મની સહિષ્ણુતાની નીતિમાં શ્રદ્ધા ધરાવે છે. એમણે કહ્યું કે તેમના મોટા પુત્ર એસટીઆર શિવભક્ત, પુત્રી ઈલ્કિયા ખ્રિસ્તી અને હવે નાનો પુત્ર ઈસ્લામ ધર્મનો પાલનનો માર્ગ પસંદ કર્યો છે હું એમના નિર્ણયનો સન્માન કરૂં છું ઉલ્લેખનીય છે કે ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાન અને યુવા શંકર રાજા પછી કોલિવુડમાં આ ત્રીજી હસ્તી છે. જેમણે હિન્દુ ધર્મ છોડીને ઈસ્લામ ધર્મમાં આસ્થા મૂકી છે.