(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
કપિલ સિબ્બલ ખૂબ લડ્યા, લડતા સમયે કહ્યું કે જેવી રીતે રામ પર હિન્દુઓની માન્યતા છે. તેવી જ રીતે શરિયતમાં મુસલમાનોની માન્યતા છે. સાચું કહ્યું સારૂં કહ્યું. ન્યાયાધિશોએ કહ્યું, તો અમે તલાક પર સુનાવણી નહીં કરીએ. કપિલ સિબ્બલે કહ્યું કે ન કરવી જોઈએ.
પરંતુ નિર્ણય અત્યારે આવવાનો છે અને નિર્ણય એ જ હશે જે બધા જાણે છે. પાંચ ધર્મોના ન્યાયાધિશ સજ્જનોને એટલા માટે નિર્ણયનો અધિકાર આપવામાં આવ્યો છે કે કોઈ એવું ન કહી શકે કે નિર્ણયમાં કોઈ પૂર્વાગ્રહ રાખવામાં આવ્યો હોય. મજાની વાત એ છે કે વૈવાહિક જીવનના નિયમ જે ઈસ્લામમાં છે તે બીજા કોઈ ધર્મમાં નથી. મજેદાર વાત એ છે કે દુનિયાના બધા ધર્મોએ તલાકની પરંપરા ઈસ્લામથી લીધી અને હવે બધા ધર્મોના લોકો ઈસ્લામની તલાક પ્રણાલી પર આંગળીઓ ઊઠાવી રહ્યા છે. લખવા ખૂબ ઈચ્છતો હતો પણ ફક્ત એક વાત કહી દઉં છું કે કેસ જીતવા માટે બધા લોકો વકીલ કરે છે. પરંતુ ખાસ લોકો જજ કરી લે છે. આ પોસ્ટ એ ન્યાયાધિશો માટે છે. જે આ બાબતને જોઈ રહ્યા છે. નકીબુલ હસનની આ પોસ્ટને ન્યાયાધિશ સજ્જન જરૂર વાંચે. જો અદાલતોમાં તલાકની બાબતે પતિ-પત્નીના આરોપથી થાકીને તલાકનો નિર્ણય આપી દે છે. આ વિચારે કે ઈસ્લામમાં તલાકની બાબતમાં દોષ છે. પરંતુ આમાં પણ તરીકો છે.
સામાન્ય રીતે લોકોની ધારણા એ છે કે ઈસ્લામમાં મહિલાઓને અધિક અત્યાચાર અને શોષણ સહેવું પડે છે. પરંતુ શું વાસ્તવમાં આવું છે ? શું લાખોની સંખ્યામાં મુસ્લિમ આટલા દમન કરે છે કે આ ખોટી ધારણાઓ મીડિયાએ કરી છે ? ઈસ્લામને લઈ ખરેખર આ એક ખોટી વિચારણા છે અને ફેલાવવામાં આવે છે કે ઈસ્લામમાં મહિલાને કમતર સમજવામાં આવે છે. સચ્ચાઈ આનાથી વિરૂદ્ધ છે. ઈસ્લામનું અધ્યયન કરીએ તો જાણવા મળે છે કે ઈસ્લામમાં મહીલાઓને ચૌદસો વર્ષ પહેલાં એ દરજ્જો આપ્યો છે જે આજનો કાનૂન પણ એને નહીં આપી શકે.
ઈસ્લામ લોક તાંત્રિક ધર્મ છે અને એમાં મહિલાની બરાબરીના જેટલા અધિકાર આપ્યા છે એટલા કોઈ પણ ધર્મમાં નથી. ૧૯૩૦માં એની બેસેંટે કહ્યું; ઈસાઈ ઈંગ્લેન્ડમાં સંપત્તિમાં મહિલાના અધિકારને ફક્ત વીસ વર્ષ પહેલાં જ માન્યતા આપવામાં આવી છે. જ્યારે ઈસ્લામમાં પહેલાંથી આ અધિકાર આપવામાં આવ્યો છે. આ કહેવું ખોટું છે કે ઈસ્લામ ઉપદેશ આપે છે કે મહિલાઓમાં કોઈ આત્મા નથી. ડોક્ટર લિસા (અમેરિકાની નવ મુસ્લિમ મહિલા)માં તો જે ધર્મ(ઈસ્લામ)નો સ્વીકાર કર્યો છે તેમાં સ્ત્રીને પુરૂષથી અધિક અધિકારો આપે છે.
ડોક્ટર લિસા એક અમેરિકી મહિલા ડોક્ટર છે. તેમના એક વ્યાખ્યાનના અંતમાં એમને સવાલ કરવામાં આવ્યા કે :
તમે એક એવો ધર્મ કેમ સ્વીકાર કર્યો જે મહિલાને પુરૂષ કરતાં ઓછા અધિકાર આપે છે.
મેં જે ધર્મનો સ્વીકાર કર્યો છે. તે સ્ત્રીને પુરૂષથી પણ વધુ અધિકાર આપે છે.
પૂછવાવાળાએ પૂછ્યું કે એ કેવી રીતે ?
તેમણે કહ્યું કે, ફક્ત બે ઉદાહરણથી સમજી જાવ. પહેલું એ કે ઈસ્લામે મને ચિંતા આજીવિકાથી મુક્ત રાખી છે. આ મારા પતિની જવાબદારી છે કે તે મારા બધા ખર્ચા પૂરા કરે. બીજું ઉદાહરણ એ છે કે જો મારી કોઈ નિવેશ કે સંપત્તિ છે તો ઈસ્લામ કહે છે કે એ ફક્ત મારી છે. તેમાં મારા પતિનો કોઈ ભાગ નથી.
કઈ ઈસ્લામની વાતો જે મહિલાથી સંબંધિત છે એના પર વિચારીએ અને પોતાની જિંદગીમાં પોતાનું જીવન સફળ બનાવીએ
૧. ઈસ્લામે મહિલાને સંપત્તિનો અધિકાર – મહિલાને દીકરીના રૂપમાં સંપત્તિ અને પત્નીના રૂપમાં પતિની સંપત્તિનું હિસ્સેદાર બનાવ્યા છે.
ર. સ્ત્રીને પોતાની ઓળખ બનાવી રાખવાનું પણ સન્માન આપ્યું છે. તેથી જ્યારે અન્ય ધર્મમાં લગ્ન પછી બદલવાની મંજૂરી છે. ઈસ્લામમાં સ્ત્રી લગ્ન પછી પણ પોતાનું નામ યથાવત્‌ રાખી શકે છે.
૩. ભારતમાં હિન્દુ લોકોએ ઈસ્લામની જેમ તલાક લેવાની પ્રથા પ્રારંભ કરી. યુરોપમાં જો તલાક થઈ જાય તો પત્ની કેટલી પણ જબરી હોય પણ એને આખી જિંદગીભર પૈસા આપવા પડશે કે સેટલમેન્ટ પર એક-એક ભારી રકમ કોઈપણ ગુના કર્યા વગર ચૂકવવી પડશે. ભારતમાં પણ વર્ષો લાગી જાય છે. તલાક લેવામાં અને આજે દિલ્હી સાથે કઈ શહેરોમાં ખોટી મહિલા દ્વારા કઈ લગ્ન કરી પૈસા હડપવાની/હિન્દુ પતિ હેરાન છે. જાલીમ મહિલાથી છૂટકારા લેવા માટે/ ઘણાં એવા ખુશનસીબ છે જેમને દસ-પંદર વર્ષમાં તલાક મળી જાય.
૪. સમાન પુરસ્કાર અને બરાબર ઉત્તરદેહી – ઈસ્મમાં પુરૂષ અને મહિલા એક જ અલ્લાહને માને છે. એની જ ઈબાદત કરે છે એક જ પુસ્તક પર ઈમાન લાવે છે. જ્યારે અમે બીજા ધર્મોથી તુલના કરીશું ત્યારે અમને દેખાશે કે ઈસ્લામ બંને લિંગોની વચ્ચે પણ ન્યાય કરે છે.
પ. તલાકશુદાના લગ્ન – સમાજમાં દરેક વ્યક્તિને લગ્ન વગર નહીં રહેવું જોઈએ. જો તલાક થઈ ગઈ છે તો તરત જ સારા સાથીને શોધી સુખમય જીવન વિતાવવું જોઈએ. તલાકશુદા અને વિધવા મહિલાઓને સન્માન દઈ પુરૂષોએ તેનાથી લગ્ન કરવા પ્રેરિત કર્યા છે.
૬. વર પસંદગીનો અધિકારઃ પતિ પસંદ કરવા માટે ઈસ્લામ એ સ્ત્રીને આ અધિકાર આપ્યું છે કે એ કોઈપણ વિવાહ પ્રસ્તાવને સ્વૈચ્છાએ સ્વીકાર કે અસ્વીકાર કરી શકે છે. ઈસ્લામી કાનૂનના અનુસાર કોઈ સ્ત્રીનો વિવાહ એની મંજૂરીના વગર કે એની ઈચ્છાથી વિરૂદ્ધ નથી કરાવી શકતા.
૭. સ્વતંત્ર ધંધો-રોજગાર : ઈસ્લામમાં મહિલાઓને વધારે અધિકાર આપવામાં આવ્યા છે. જન્મથી લઈને જવાની સુધી સારી પરવરિશનો અધિકાર, શિક્ષા અને પ્રશિક્ષણનો અધિકાર. લગ્ન પોતાની મરજીથી કરવાનો અધિકાર અને પતિની સાથે સમજદારીમાં કે અંગત વ્યવસાય કરવાનો અધિકાર.