(એજન્સી) વોશિંગ્ટન,તા.ર
યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન બોલ્ટનના નવા કર્મચારી અધ્યક્ષ ભૂતકાળમાં એક એવી રૂઢિચુસ્ત સંસ્થા સાથે કામ કરી ચૂક્યા છે કે જે મુસ્લિમ વિરોધી સંદેશાઓનું વહન કરવા બદલ આરોપી છે.
ફેડ ફિલ્ટિઝ કે જેઓ આ જ સપ્તાહે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિમાં જોડાયા છે, અને તેઓ જ્યારે સુરક્ષા નીતિઓના કેન્દ્રમાં કામ કરતા હતા, ત્યારે તેમણે ઈરાન પરમાણુ કરાર વિશે જાહેરમાં પ્રતિકૂળ નિવેદનો આપ્યા હતા. ફિલ્ટિઝએ આ રૂઢિચુસ્ત સંસ્થાનો ર૦૧પનો અહેવાલ લખનારા ડઝનેક લેખકોમાંના એક હતા કે, જેઓ શરિયતના અનુયાયીઓના સમર્થનનો ઉપયોગ કરતા અને અમેરિકાનું નાગરિકત્વ રદ કરી તેમનો દેશનિકાલ કરવાનું કામ કરતા હતા. ર૦૧૭ના એક સાક્ષાત્મકારમાં ફિલ્ટિઝે એવો દોષ આપ્યો હતો કે, લંડનમાં જે આતંકી હુમલો થયો હતો તેની પાછળનું કારણ યુકેમાં બ્રિટિશ મુસ્લિમોને આત્મસાત કરવામાં મળેલી નિષ્ફળતા છે. જો કે, ભૂતપૂર્વ નાયબ સહાયકે ફિલ્ટિઝનો ઈસ્લામ વિશેના લખાણ પર બચાવ કર્યો છે.