(એજન્સી) તા.૬
જ્યારથી સઉદી કિમશન ફોર ટુરિઝમ એન્ડ નેશનલ હેરિટેજ(એસસીટીએચ)એ ખાનગી મ્યુઝિયમને લાયસન્સ આપવાની શરુઆત કરી છે ત્યારથી પવિત્ર મદીના શહેરમાં અનેક મ્યુઝિયમો શરુ થઇ ગયા છે. એવા જ એક ખાનગી મ્યુઝિયમ દાર અલ મદીના મ્યુઝિયમમાં રિસર્ચરો અને મુલાકાતીઓ મોટી સંખ્યામાં આવે છે અને તેઓ પવિત્ર પયગમ્બર સાહેબના જીવન તથા, ઇસ્લામિક સિવિલાઇઝેશન અને મદીના શહેરની શહેરી સંસ્કૃતિ વિશે માહિતી મેળવે છે. હસન તહાર જે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે તે કહે છે કે આ મદીના શરીફના ઇતિહાસ તથા સાંસ્કૃતિક વારસાની માહિતી આપતું તથા પયગમ્બર સાહેબના જીવન વિશેની ઝીણવટભરી માહિતીઓ રજૂ કરતું સૌથી મોટું અને પ્રથમ મ્યુઝિમય છે. જે તેની વિશેષતા પણ છે. આ મ્યુઝિયમમાં ચાર મુખ્ય હોલ છે. ત્યાં મદીના શરીફના ઇતિહાસ અને મુખ્ય સ્થળોની વિગતો માહિતીઓ છે. અહીં અનેક સેમિનાર તથા ફોરમનું પણ આયોજન કરવામાં આવે છે. અહીં એક હોલમાં પયગમ્બર સાહેબના જીવનને આધારિત કેટલાક રેર પેઇન્ટિંગ, મદીના શરીફના ફોટા તથા યુનિક કલેક્શન સંગ્રહવામાં આવ્યાં છે. અહીં એક હોલમાં કોર્ટયાર્ડ છે જ્યાં મુલાકાતીઓ પવિત્ર મદીના શરીફના પ્રાચીન સ્થાપત્યોને નિહાળી શકે છે. આ મ્યુઝિયમ હાઇલી સ્કીલ ધરાવતાં કેડર ધરાવે છે જે લોકોને તેમની ભાષામાં માહિતીઓ આપે છે અને તમામ પ્રકારની જોવાલાયક વસ્તુઓથી માહિતગાર કરાવે છે. અહીં સાત ભાષામાં બોલનારા સ્પીકર છે જે અરેબિક, અંગ્રેજી, તુર્કી અને ઉર્દૂ સહિતની ભાષામાં બોલે છે. અહીં મદીના શરીફના સ્થાનિકો સહિત, ઉમરાહ તથા હજ પઢવા આવતા લોકો પણ આવે છે. આ મ્યુઝિયમ કિંગ અબ્દુલ અઝીઝ મદીના રોડ પર આવેલ છે. તે શનિવારથી ગુુરુવાર સુધી સવારના ૯થી સાંજના ૮ વાગ્યા સુધી ખુલ્લું રહે છે અને તેની એન્ટ્રી ફી ફક્ત રપ સઉદી રિયાલ છે.