નવી દિલ્હી, તા. ૨૨
પત્નીને પતિ દ્વારા સતત ત્રણ વખત તલાક કહેતા લગ્નવિચ્છેદ કરવાને પરવાનગી આપતી ઇસ્લામિક પ્રથા પર પ્રતિબંધ મુકતા સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય ગણાવી હતી. આ ઐતિહાસિક કેસમાં વડાપ્રધાન મોદીની સરકાર અરજદારોના સમર્થનમાં હતી. ટ્રિપલ તલાક પર પ્રતિબંધ મુકવાની માગ સાથે આ પ્રથાની પીડિતાઓ સુપ્રીમ કોર્ટમાં ગઇ હતી. મોટા ભાગનાઓનું માનવું હતું કે, ટ્રિપલ તલાક ઇસ્લામના સિદ્ધાંતો સાથે મેળ ખાતી નથી.
ચુકાદાના પાંચ મુખ્ય અંશો
૧. ટ્રિપલ તલાક ધાર્મિક પ્રથાનો અભિન્ન અંગ નથી અને તે બંધારણીય નીતિમત્તાનો ભંગ કરે છે.
૨. મનસ્વી અને તરંગી રીતે પુરૂષને લગ્ન વિચ્છેદ કરવાની પરવાગી આપતી પ્રથા છે.
૩. ધર્મ હેઠળ આવતા પાપને કાયદેસરતા આપી શકાય નહીં.
૪. કોર્ટે કહ્યું કે, પ્રથા ગેરબંધારણીય, મનસ્વી અને ઇસ્લામના ભાગરૂપ નથી.
૫. આ કેસની એક પીડિતા મહિલા સાયરાબાનોએ જણાવ્યું હતું કે, આજે હું મુક્ત થયાનો આભાસ કરી રહી છું, ઘણી મુસ્લિમ મહિલાઓને આઝાદી સાથે જીવવા મારી પાસે આદેશ આવી ગયો છે.
‘ઇસ્લામનો ભાગ નથી’ : ટ્રિપલ તલાક પર પ્રતિબંધ મૂકતા ચુકાદાના પાંચ મુખ્ય અંશ

Recent Comments