(એજન્સી) જેરૂસલેમ,તા. ૧
ઈઝરાયેલે અલ-અકસા મસ્જિદમાંથી દસ્તાવેજોની ચોરી કરી હોવાનું ટ્રસ્ટે જણાવ્યું છે. રિપોર્ટ અનુસાર ઈઝરાયેલે જેરૂસલેમ અલ ક્વાદ ઈસ્લામિક વકફની સંપત્તિની માલિકીના સંખ્યાબંધ ગુપ્ત દસ્તાવેજોની ચોરી કરી હોવાનું એક રિપોર્ટમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વિશ્વના સૌથી ખૂંખાર આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ દ્વારા સીરિયાના એલેપ્પો શહેરનો કબજો સંભાળી લેવામાં આવ્યો હતો. જોકે સીરિયન દળોએ આકરા સંઘર્ષ બાદ તેને પરત મેળવ્યું હતું અને અહિંથી આતંકવાદીઓનો સફાયો કરી નાખ્યો હતો. એટલે ઈસ્ટ એલોપ્પોમાં નવા નવા ઉદ્યોગો બહાર આવી રહ્યા છે. એલેપ્પોની આજુબાજુ આવા ૧૭ ઓદ્યોગિક ઝોન કાર્યરત છે. ેઈઝરાયેલી વિમાને ઓક્યુપાઈડ ગોલન શહેર પર સીરિયન આર્મી ઠેકાણા પર બોમ્બમારો કર્યો હતો. ઈઝરાયેલનું એક માનવવિહોણા અને એરિયલ વાહન દ્વારા ગોલન હાઈટ પર સીરિયન આર્મીને નિશાન બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો. ધરપકડને પગલે એવી પણ અટકળો વહેતી થઈ હતી કે વડાપ્રધાનના અંગત વકીલ ડેવિડે મિલિટરી અધિકારીઓનું લોબિંગ કરીને ખરીદીને મંજૂરી આપવાનું જણાવ્યું હતું. જોકે આ આક્ષેપને નકારી કાઢવામાં આવ્યો હતો. તાજેતરના એક અતિક્રમણ અભિયાન દરમિયાન ઈઝરાયેલી દળોએ અહિના ટ્રસ્ટના સ્ટાફને ખદેડી મૂક્યો હતો. જેવીસ વસાહતીઓનું હમેંશા રક્ષણ કરવામાં આવી રહ્યું છે અને પેલેસ્ટીની નાગરિકોને નાની અમથી વાતમાં નિશાન બનાવવામાં આવી રહ્યાં હોવાનું પણ સૂત્રોએ ઉમેર્યું હતું. સૂત્રોએ આગળ કહ્યું કે ઈઝરાયેલે અલ-અકસા મસ્જિદમાંથી દસ્તાવેજોની ચોરી કરી હોવાનું સાબિત થયું છે. ટ્રસ્ટ અને સંસ્થાના ઘણા ગુપ્ત દસ્તાવેજોની ઉઠાંતરી કરી લેવામાં આવી હતી.