(એજન્સી) તા.૩૦
માનવાધિકાર માટે લડતા બિનસરકારી સંગઠને આપેલી માહિતી મુજબ પેલેસ્ટીનમાં બાંધવામાં આવેલી નવી શાળાઓને ઇઝરાયેલ દ્વારા તોડી પાડવાની નીતિને કારણે હવે બાળકો સ્કૂલે જવા આનકાની કરે છે. આ ઘટના વેસ્ટ બેન્કની છે જે પેલેસ્ટીનનો વિસ્તાર છે અને ઇઝરાયેલ તેના પર કબજો ધરાવે છે. નોર્વે રેફ્યુજી કાઉન્સિલ એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે જે વિસ્થાપિત બનેલા લોકોને પ્રમોટ અને પ્રોટેક્ટ કરવાની કામગીરી કરે છે. તેના જણાવ્યા મુજબ છેલ્લા બે અઠવાડિયામાં દમનકારી ઇઝરાયેલે પેલેસ્ટીનમાં ત્રણ સ્કૂલોને તોડી પાડી ઘણા ખરા પેલેસ્ટીની બાળકોમાં ભય પેદા કરી દીધો છે અને તેમને અભ્યાસથી વંચિત કરી દીધા છે. જોકે આ તોડી પાડેલી સ્કૂલોમાં એકનું બાંધકામ તો યુરોપિયન દ્વારા આપવામાં આવેલા ફંડમાંથી કરવામાં આવ્યું હતું. આ સ્કૂલની સ્થાપના લગભગ ૩ અઠવાડિયા અગાઉ જ કરવામાં આવી હતી. આ સ્કૂલ બેથલેહેમના જુબ એલથિબ વિસ્તારમાં છે. જોકે તેના બાદ પણ ઇઝરાયેલના ડિમોલિશન અધિકારીઓ અમુક દિવસ બાદ આવ્યા હતા અને તેમણે આખી સ્કૂલને સંપૂર્ણપણે જમીનદોસ્ત કરી નાખી હતી. જોકે હવે એક સારી રીતે સ્થાપિત કરેલી શાળામાં અભ્યાસ, શીખવા, ચાન્ટિંગ અને રમવાને બદલે બાળકો એક ઝૂંપડા જેવા રૂમમાં અભ્યાસ કરવા મજબૂર થયા છે. અહીં ઓગસ્ટનો કડકડતો તાપ બાળકના સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી રહ્યો છે. આ ક્લાસરરૂમમાં ના તો કોઈ ટેબલ છે જેના પર બાળકો બેસી શકે અને ના તો કોઈ જરૂરિયાતની વસ્તુઓ બાકી રહી છે. એક આઠ વર્ષીય બાળક કહે છે કે આ કોઇને ગમે તેવું નથી. ખૂબ જ ગંદુ લાગે છે. જાના ઝવાહરા કહે છે કે અમારી સ્કૂલ અને ક્લાસરૂમ તોડી પાડવાને કારણે અમે આઘાત પામી ગયા છીએ. આજે અમે એવી જગ્યાએ ઊભા છીએ જ્યાં અમારો ક્યારેય કોઈ ક્લાસ હતો. એનઆરસીએ જણાવ્યું કે જબાલ અલ બાબા ખાતે બદુઇન સમુદાયની પણ એક કિંડરગાર્ટન સ્કૂલ તોડી પાડવામાં આવી છે. બીજી બાજુ અબુ નુવા વિસ્તારમાં આવેલી એક સ્કૂલ જે સોલાર પેનલની મદદથી ચાલતી હતી તેને પણ સંપૂર્ણપણે સોલાર પેનલથી વંચિત કરી દેવામાં આવી છે. આ કારણસર બાળકોનું ભવિષ્ય જોખમાયું છે. જોકે આ સ્કૂલો તોડી પાડવાને કારણે લગભગ ૮૦ જેટલાં બાળકો માથે છત વિના તડકામાં બેસીને ભણવા મજબૂર થયા છે. એનઆરસીના ડિરેક્ટર હનિબલ અબિયા વર્કુ કહે છે કે જ્યારે એક દિવસે બાળકો ઘરે ગયા અને પછી બીજા દિવસે તેઓ સ્કૂલે આવ્યા તો તેમને તેમની શાળા વિસ્થાપિત હાલતમાં જોવા મળી હતી. ઇઝરાયેલી સરકારને તેમનાથી શું ખતરો હતો ? ઇઝરાયેલ આ બાળકોનો શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર છીનવી શું સાબિત કરવા માગે છે કે કયો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માગે છે ? જોકે આ મામલે ઇઝરાયેલ દલીલ કરે છે કે આ સ્કૂલનું નિર્માણ કોર્ડિનેટર ઓફ ગર્વમેન્ટ એક્ટિવિઝ ઇન ધી ટેરેટરીઝની આગોતરી મંજૂરી લીધા કરાયું હતું અને આ વિસ્તાર સી એરિયા છે.