(એજન્સી) તા.૯
ગાઝાપટ્ટીમાં ઈઝરાયેલી દળોએ યુદ્ધ વિમાનો વડે હુમલો કરતા ત્રણ પેલેસ્ટીની ઘવાયા હતા. ગાઝા શહેરની શિફા હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા મુજબ મંગળવારની રાત્રે હુમલો થતાં ત્રણ ઘાયલ થયા હતા. જેમાં એક યુવકની હાલત ગંભીર છે. ઈઝરાયેલે આ હુમલો ગાઝાપટ્ટીમાંથી કરાયેલા રોકેટ હુમલાના જવાબમાં કર્યો હોવાનો દાવો કર્યો હતો. આ હુમલો વસ્તીવિહોણા પ્રદેશમાં કર્યો હોવાથી કોઈ નુકસાન થયું ન હતું. તદુપરાંત પેલેસ્ટીની હમાસ ચળવળનો પ્રતિકાર કરવા આ હુમલો કરવામાં આવ્યો હતો. ઈઝરાયેલી દળો આવાર-નવાર ગાઝાપટ્ટીમાં નાગરિકોને નિશાન બનાવી આ પ્રકારના હુમલા કરી રહ્યા છે. ઈઝરાયેલે અગાઉ જુલાઈ,૨૦૧૪માં પેલેસ્ટીની કોસ્ટલ સિલ્વર પર યુદ્ધ શરૂ કર્યું હતું. જેનો અંત ૨૬ ઓગસ્ટ, ૨૦૧૪માં આવ્યો હતો. આ યુદ્ધમાં આશરે ૨૨૦૦ પેલેસ્ટીની મોતને ભેટ્યા હતા. જ્યારે ૧૧,૧૦૦ ઘાયલ થયા હતા.
જૂન, ૨૦૦૭થી ગાઝાપટ્ટી ઈઝરાયેલી ઘેરા હેઠળ છે. જેના કારણે ગાઝાના લોકો ગરીબી અને બેરોજગારીનો ભોગ બની રહ્યા છે. તેમની જીવન જીવવાની ગુણવત્તામાં પણ ઘટાડો થઈ રહ્યો છે.
ઈઝરાયેલે ગાઝાપટ્ટીમાં હુમલો કરતાં ૩ પેલેસ્ટીની ઘાયલ

Recent Comments