(એજન્સી) આગરા, તા. ૧૬
ઈઝરાયેલી પીએમ બેન્જામિન નેતન્યાહૂએ મંગળવારે તાજ સીટી આગરા પહોંચ્યાં. બેમિસાલ પ્રેમના પ્રતિક અને દુનિયાની સાતમી અજાબયીમાં સ્થાન પામેલા તાજમહેલ જોવા માટે નેતન્યાહૂ દંપતિ આગરા આવ્યું હતું. પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સોમવાર સવારથી જ આગરામાં છે. નેતન્યાહુના આગરા દર્શનને ધ્યાનમાં રાખીને ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. યોગીએ નેતન્યાહૂ તથા તેમની પત્નીનું સ્વાગત કર્યું હતું. યોગીએ તેમના તાજમહેલની અંદર લઈ ગયાં હતા અને તેમની સાથે વાતચીત કરતાં નજરે પડ્યાં હતા. સોમવારે નેતન્યાહૂએ બાપુની સમાધિ પર પુષ્પાજલિ કરી હતી. તથા રાષ્ટ્રપતિ ભવનમાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ભારત અને ઈઝરાઈલ વચ્ચે ૯ કરારો થયાં છે. આગરામાં તાજમહેલના દર્શન કર્યાં બાદ નેતન્યાહૂ અમદાવાદ જશે. અમદાવાદમાં નેતન્યાહૂ અને તેમના પત્ની સારા પીએમ મોદી સાથે ૮ કિલોમીટર લાંબો રોડ શો કરશે. બન્ને વડાપ્રધાનો સાબરમતી રિવર ફ્રન્ટ અને ગાંધી આશ્રમ પણ જવાના છે. નેતન્યાહૂ મંગળવારે તાજની મુલાકાત બાદ, દિલ્હી પરત ફરશે. દિલ્હીની તાજ હોટલમાં રાયસીના હિલ્સ સંવાદમા તેઓ ભાગ લેશે. તેમની સાથે વડાપ્રધાન મોદી પણ હાજર રહેશે. ઈઝરાયેલી પીએમ સાથે એક ડેલિગેશન પણ આવ્યું છે, જેમાં ઘણી કંપનીઓના સીઈઓ સામેલ છે. ઈઝરાયેલી પ્રતિનિધિમંડળે હોટલ અમર વિલાસમાં થોડો સમય ગાળ્યો હતો જે પછી તેઓ આગરાની મુલાકાતે ગયાં હતા.
ઈઝરાયેલની પેલેસ્ટીન નીતિ મુદ્દે આગ્રાના મુસ્લિમો દ્વારા વિરોધ વચ્ચે બેન્જામિન નેતાન્યાહૂએ તાજમહેલની મુલાકાત લીધી

Recent Comments