(એજન્સી)
ઈસ્તમ્બુલ, તા.૭
તુર્કીની પોલીસે ગુરૂવારે ઈસ્તમ્બુલમાં આઠ માનવાધિકાર કાર્યકર્તાઓની ધરપકડ કરી જેમાં એમનેસ્ટી ઈન્ટરનેશનલના તુર્કીના નિર્દેશક ઈદિલ એસરનો પણ સમાવેશ થાય છે. મળેલ સમાચાર અનુસાર બુચુકાડાની એક હોટલમાં એમનેસ્ટી દ્વારા સંચાલિત સિકયોરિટી વર્કશોપ પર દરોડા દરમિયાન જર્મની તથા સ્વીડનના બે પ્રશિક્ષકોની પણ ધરપકડ કરવામાં આવી છે. એમનેસ્ટીએ એક ભાષણમાં કહ્યું કે પોલીસે કોઈ કારણ વગર જ દરોડા પાડયા છે. કાર્યકર્તાઓને ક્યાં રાખવામાં આવ્યા છે તેની કોઈ જાણકારી આપવામાં આવી નથી. એમનેસ્ટી ઈન્ટરનેશનલના મહાસચિવ સલીલ શેટ્ટીએ કહ્યું પોલીસની કાર્યવાહી સત્તાનો વિકૃત દુરૂપયોગ છે અને આ દેશમાં માનવાધિકાર કાર્યકર્તાઓ દ્વારા બરખાસ્ત કરવા અનિશ્ચિત પરિસ્થિતિને દર્શાવે છે. ઈદિલ એસર તથા તેમની સાથે કરેલ કાર્યકર્તાઓની ધરપકડ કરેલ તમામ લોકોને વગર શરતે મુકત કરવા જોઈએ. ગત વર્ષે તુર્કીમાં સરકાર તખ્ત પલટવા નાકામ પ્રયત્નો પછી અત્યાર સુધી પ૦,૦૦૦થી વધુ લોકો જેલ ભેગા થયા છે.