(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૫
સુરત આયકર વિભાગ દ્વારા બે અઠવાડિયા પહેલા અડાજણ વિસ્તારમાં વેબસાઇટ પર્લ બિલ્ડર કરવામાં આવેલી તપાસમાં જપ્ત કરાયેલા બે લોકર્સ ગઇ કાલે ઓપરેટર કરવામાં આવ્યા હતા. જેમાં ૩૨ લાખ રૂપિયાની રોકડ વિભાગે જપ્ત કરી આંગળની કાર્યવાહી હાથ ધરી છે. આયકર વિભાગ દ્વારા બે અઠવાડિયા પહેલા અડાજણના પર્લ ગ્રુપ પર કુલ નવ ઠેકાણે સર્ચની કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મોટા પાયે જમીન તેમજ અન્ય જગ્યાએ રોકાણના દસ્તાવેજો મળી આવ્યા હતા. આયકર અધિકારીઓનું માનવું છે કે, અહીંથી મોટી રકમની ટેક્સચોરી મળી આવશે. આયકર વિભાગે જપ્ત કરેલા બેંક લોકર્સ ઓપરેટ કરવામાં આવી રહ્યાં છે. જેમાં અત્યાર સુધી વિભાગને બે લોકર્સમાંથી ૩૨ લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી. જેને જપ્ત કરી આવકની સોર્સની તપાસ શરૂ કરવામાં આવી છે. હવે આવનારા દિવસોમાં આયકર વિભાગ દ્વારા બિલ્ડરસના નિવેદનો લેવાની તજવીજ હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ડીઆઇ વિંગ દ્વારા બે મહિના પહેલા જનની એક્સપોર્ટ પર તપાસ કરવામાં આવી હતી. જેમાં ૧૦૦ કરોડ રૂપિયાથી વધુના દસ્તાવેજો મળી આવ્યા છે. ત્યારબાદ વ્હાઇટ પર્લમાંથી પણ મોટી રકમની ટેક્સચોરી પકડવાની શક્યતા છે. આયકર વિભાગ બાદ હવે જીએસટી વિભાગ પણ આગામી દિવસોમાં તપાસ કરશે.