– જયંતિલાલ ભંડારી

હાલમાં વૈશ્વિક સોફટવેર, ડેટા તથા મીડિયા કંપની ‘બ્લૂમબર્ગ’ના એક રિપોર્ટ અનુસાર ભારતીય આઈટી ઉદ્યોગની ચમક ઓછી થતી જઈ રહી છે. આ ધીરે-ધીરે એવી સ્થિતિમાં પહોંચી રહ્યો છે, જ્યાંથી બચવું મુશ્કેલ હશે. વર્ષ ર૦૦૮ની વૈશ્વિક નાણાકીય મંદી દરમિયાન પણ ભારતીય આઈટી કંપનીઓ ઝડપથી વધી રહી હતી, પરંતુ આ સમયે એમનો ગ્રોથ ધીમો થઈ ગયો છે. દેશની બે મોટી આઈટી કંપનીઓ ટાટા કન્સ્લ્ટેન્સી સર્વિસિઝ (ટીસીએસ) અને ઈન્ફોસિસે કહ્યું છે કે વર્ષ ર૦૧૬માં આઈટી સેક્ટર ઢાળ પર હોવાથી એની ચિંતા વધી ગઈ છે. ટીસીએસ, ઈન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, અને કોગ્નિજેન્ટ જેવી પ્રખ્યાત આઈટી કંપનીઓના શેર ગબડી ગયા છે.

આઈટી સેક્ટરમાં ત્રણ પ્રકારની ચિંતાઓ જોવા મળી રહી છે. પહેલી ચિંતા છે કારોબાર ઘટના. યુરોપીય સંઘથી બ્રિટનની બહાર નીકળવાના (બ્રેગ્ઝિટ) કારણે યુરોપ અને બ્રિટનમાં કારોબાર ઘટવાના કારણે ગ્રાહકોએ મોં ફેરવી દીધું છે. અમેરિકાના બેન્કિંગ અને નાણાકીય સેવા ઉદ્યોગ સાથે ગ્રાહકોએ પણ વિવેકાધીન ખર્ચ રોકી દીધા છે. વૈશ્વિક ઉથલ-પાથલ વચ્ચે ગ્રાહકોનું વલણ સતર્કતાભર્યું છે અને બિઝનેસને લઈને ભરોસો નબળો થયો છે. બીજી ચિંતા અમેરિકાથી આઉટસોર્સ થઈ રહેલ આઈટી નોકરીઓને સખતપણે રોકવા માટે અમેરિકી સંસદની પ્રતિનિધિ સભામાં ખરડો રજૂ કરવા સંબંધી છે. એના સમર્થનમાં અમેરિકાના ઘણા આઈટી ગ્રાહકો સાઈટ્‌સ પર માહોલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. વિશ્વના ઘણા વિકસિત દેશો સંરક્ષણવાદી નીતિ અપનાવી રહ્યા છે. ત્રીજી ચિંતા નવી ટેકનોલોજીના કારણે આઈટી કંપનીઓમાં નોકરીઓમાં ભારે ઘટાડો આવવા સંબંધિત છે. ગયા વર્ષ સુધી આઈઆઈટી અને એનઆઈટીથી લઈને બધી એન્જિનિયરિંગ કોલેજોમાં કોમ્પ્યુટર-આઈટી બ્રાન્ચના સ્ટુડન્ટસને જોત જોતામાં કેમ્પસ પ્લેસમેન્ટથી સારી નોકરી મળી જતી હતી, પરંતુ આ વર્ષે આ દિવસો કેમ્પસ પ્લેસમેન્ટમાં લગભગ ર૦ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. વેતન પેકેજમાં પણ ઘટાડો છે.

સોનાનું ઈંડું

હાલમાં અમેરિકાના પ્રસિદ્ધ  સર્વિસ રિસર્ચ સંગઠન ‘એચએફએસ’ દ્વારા પ્રસ્તુત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય આઈટી સેવા ઉદ્યોગમાં ૬.૪ લાખ નબળા કૌશલ્યવાળા લોકોની નોકરીઓ આવતા પાંચ વર્ષમાં ઓટોમેશન, રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વધવાના કારણે જઈ શકે છે. ર૦ર૧ સુધી વૈશ્વિક સ્તર પર આઈટીની નોકરીઓમાં ૯ ટકા ઘટાડો આવશે. ઘટતી નોકરીઓમાં આઈટીથી સંબંધ જ્ઞાન ક્ષેત્રના કર્મચારીઓની સાથે ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રના કર્મચારીઓ પણ જોવા મળશે. આમાં કોઈ બેમત નથી કે આઉટ સોર્સિંગના ક્ષેત્રમાં ભારતનો ઝંડો લહેરાઈ રહ્યો છે. પરંતુ ભારતીય સોફટવેર કંપનીઓની રાષ્ટ્રીય સંસ્થા ‘નાસ્કોમ’ના નવીનતમ રિપોર્ટનું કહેવું છે કે આ સમય ભલે ભારતમાં આઉટસોર્સિંગ પર વધુ ખતરો નથી પરંતુ ભવિષ્યમાં ભારતીય આઈટી કંપનીઓની સમક્ષ આવનારા પડકારો પર અત્યારથી જ ધ્યાન આપવું પડશે. ચીન સહિત વિશ્વના કેટલાક પ્રતિદ્વંદ્વી આઈટી દેશ સોનાના ઈંડા આપનારી ભારતીય આઈટી મુરઘીને કબજામાં લેવા ઈચ્છે છે. દક્ષિણ કોરિયા, જાપાન, જર્મની, આયરલેન્ડ, કેનેડા, અમેરિકા, ચીન, મેક્સિકો, દક્ષિણ આફ્રિકા વગેરે દેશ ભારતને પડકારો આપવા માટે સુનિયોજિત રૂપથી પ્રયત્નશીલ છે. નાસ્કોમનો એક મહત્ત્વપૂર્ણ અભ્યાસ રિપોર્ટ બતાવી રહ્યો છે કે આઈટીમાં ચીન આવતા પાંચ વર્ષોેમાં એક મહાશક્તિ બનવાના માર્ગ પર સુનિયોજિત રૂપથી આગળ વધી રહ્યું છે. એનો લક્ષ્યાંક ભારતને પછાડવાનો છે.

આ વાતથી બધા વાકેફ છે કે સોફટવેર ઉદ્યોગમાં આપણી આગેવાનીનું મુખ્ય કારણ આપણી સેવાઓ અને પ્રોગ્રામો સસ્તા થવા છે. એને સ્થિર રાખવા માટે આપણે ટેકનોલોજીક્લ રૂપથી કુશળ લોકોની ઉપલબ્ધતા બનાવી રાખવી પડશે. ભારતીય કંપનીઓએ આગળ વધીને આપણી ક્ષમતા નિર્માણને મજબૂત કરવાની રહેેશે. એક એવા ક્ષેત્રમાં જ્યાં પુરાણી ટેકનોલોજી બહુ જલ્દી બજારથી બહાર થઈ જાય છે. નવી ટેકનોલોજીની સાથે તાલમેલ બેસાડવાની બહુ જરૂર છે. આપણે દેશમાં પ્રશિક્ષિત અને ગુણવત્તાપૂર્ણ આઈટી ધંધાદારીઓની ફોજ ઊભી કરવી પડશે. આવતા પંદરથી વીસ વર્ષોમાં નાની ઉંમરના આઈટી ધંધાદારીઓના ઘટાડાની ભરપાઈ કરવા માટે આ લાખો યુવાનોને પણ બુનિયાદી આઈટી પ્રશિક્ષણ આપવું પડશે. જેનું આઈટી બેકગ્રાઉન્ડ નથી.

સૂચના પ્રૌદ્યોગિકીમાં સ્તરીય શિક્ષણ આપવા માટે યોગ્ય રોકાણ કરવું પડશે. સોફટવેર નિકાસ માટે અમેરિકી બજાર પર નિર્ભરતા ઓછી કરવા અન્ય દેશોમાં પણ પગલાં વધારવા પડશે. યુરોપ સિવાય એશિયા પ્રશાંત ક્ષેત્રમાં ભારતીય કંપનીઓ માટે વ્યાપક સંભાવનાઓ છે. આઉટ સોર્સિંગના રસ્તામાં આવનારી અડચણોને હટાવવાની સાથેસાથે આપણે એનાથી જોડાયેલી ઘણી આવશ્યકતાઓ પર ધ્યાન આપવું પડશે. આપણે આઉટસોર્સિંગ વિશેષજ્ઞ એલ્સબ્રિજના આંતરિક અનુસંધાન વિભાગના આ નવા રિપોર્ટ પર પણ ધ્યાન આપવું પડશે કે હવે ભારતમાં બેંગ્લુરુ, દિલ્હી, મુંબઈ, અમદાવાદ, ચેન્નાઈ, હૈદરાબાદ જેવા શહેરોમાં જબરદસ્ત સફળતાઓ પછી આ શહેરોની સીમાઓ અને સમસ્યાઓને જોતાં હવે આઈટી ઉદ્યોગને જયપુર, લખનૌ અને ઈન્દોર જેવા શહેરોમાં વિસ્તાર કરવામાં આવવો જોઈએ. એરપોર્ટ, સડક અને વીજળી જેવા પાયાના ક્ષેત્રોમાં ઝડપથી વિકાસ કરવો પડશે.

ટેકનોલોજી વિરુદ્ધ માનવી :

જો કે નવી ટેકનોલોજીઓ આઈટી કર્મચારીઓને બેકાર બનાવી રહી છે તેથી ડિઝિટલ ટેકનોલોજી અને ડિઝાઈન થિંકિંગ જેવી નવી ટેકનોલોજી પ્રશિક્ષણ પર જોર આપવું જોઈએ. ભારતીય આઈટી કંપનીઓને કોડિંગ અને મેન્ટેનન્સથી આગળ વધીને સમન્વિત વિશેષજ્ઞ સેવાઓની રજૂઆત કરવી પડશે.

(સૌ. : ન.ભા.ટા.)