(એજન્સી) એનકોના, તા.૮
ઈટાલીમાં એક નાઈટક્લબમાં મ્યુઝીક કોન્સર્ટ હોવાના સમાચાર છે. ત્યાં ડઝનો લોકો ઘાયલ થવાની સૂચના છે. બીબીસીની એક રિપોર્ટ અનુસાર આ કોન્સર્ટ ઈટાલીના તટિય શહેર એનકોનામાં થઈ રહ્યો હતો. આ કોન્સર્ટમાં રેપર ફ્રેશ એબાસ્તા પરફોર્મ કરવાના હતા. કોન્સર્ટ માટે નાઈટક્લબમાં ૧૦૦ યુવાનોની ભીડ હતી. જણાવવામાં આવ્યું છે કે આ દરમિયાન કોઈ વ્યક્તિએ નાઈટ ક્લબમાં પેપર સ્પ્રે નાખતા નાસભાગ સર્જાઈ હતી. હાલમાં ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી કેસની તપાસ કરી રહી છે. કેટલાક ઘાયલોની સ્થિતિ ગંભીર બતાવવામાં આવી રહી છે. આ દુર્ઘટના એનકોના શહેરના લેંટેરના એજુર્સ નાઈટક્લબમાં રાત્રે ૧ વાગે થઈ હતી. જણાવી દઈએ કે, જે રેપરના મ્યુઝિક કોન્સર્ટમાં આ દુર્ઘટના થઈ, તેઓ ઈટાલીમાં ઘણા પ્રસિદ્ધ છે. આ જ કારણ છે કે આ કોન્સર્ટમાં મોટી સંખ્યામાં યુવાનો સામેલ થયા હતા. ગત વર્ષે જુન મહિનામાં પણ ઈટાલીના તુરીન શહેરમાં પણ આવી જ દુર્ઘટના થઈ હતી. જેમાં ૧પ૦૦ લોકો ઘાયલ થયા હતા. જો કે તે સમયે ફૂટબોલ ચેમ્પિયન્સ લીગના ફાઈનલ દરમિયાન એક પબ્લિક સ્ક્રીમિંગમાં કેટલાક ઉત્સાહિત લોકોએ આતશબાજી શરૂ કરી દીધી હતી, જેનાથી નાસભાગ થઈ હતી. જેમાં આટલી મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા.