(સંવાદદાતા દ્વારા) વલસાડ,તા.ર૧
વલસાડની ૭૧ વર્ષીય વૃદ્ધ મહિલાને બ્રેઇન ડેડ થવાથી તેમની આંખ, કિડની અને લીવર દાન કરી ત્રણ વ્યક્તિઓને જીવન દાન આપ્યું હતું. તેમજ મૃત્યુ બાદ પણ લોકોને ઉપયોગી થવા માટેનું ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું.
આ ઉમદા દાન કરવા પાછળના કિસ્સામાં લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી ૭૧ વર્ષની વલસાડની આ પહેલી મહિલા છે. આ અંગે તેમના પુત્ર ડૉ.આશિષભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, તેમના માતા દીનાબેન હર્ષદભાઈ દેસાઈને આજથી બે દિવસ અગાઉ એકા એક તબિયત લથડતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને બ્રેઇન ડેડ થયું હોવાનું જાણવા મળ્યું હતું. તેમને સારવાર માટે વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા. ત્યાં તેમની હાલત અત્યંત ગંભીર હતી. ત્યારબાદ તેમના પુત્ર ડૉ. આશિષભાઈ દેસાઈ અને ગૌરવભાઈ દેસાઈએ નક્કી કરાયા પ્રમાણે તેમની માતાની આંખો, કિડની અને લીવર જરૂરિયાત મંદ લોકોને દાન કરવાનું નક્કી કર્યું હતું. જેથી અમદાવાદની કિડની ઇન્સ્ટિટ્યૂટને જાણ કરતા ૬ ડોકટરોની ટીમ વલસાડમાં ડોકટર હાઉસ ખાતે આવી પહોંચી હતી ૪ કલાકની ભારે જહેમત બાદ સલામત રીતે તેમની આંખ, કિડની અને લીવરને અમદાવાદ ખાતે જે જરૂરિયાત મંદ લોકો છે. તેમના સુધી પહોંચાડવામાં આવ્યા હતા અને મૃત્યુ બાદ પણ વલસાડના દીનાબેન દેસાઈ અમર થઈ ગયા હતા. વલસાડમાં આ પ્રથમ મહિલાએ પોતાના મહત્વના અંગોનું દાન કરી ઇતિહાસ રચ્યો છે.